અમદાવાદ
સાંસદ ખેલ મહોત્સવ-2025 અંતર્ગત રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન દ્વારા આયોજીત રમત-ગમત મહોત્સવનું આયોજન હીરામણિ શાળા સંકુલનાં રમત-ગમતના વિશાળ મેદાનમાં થયું હતું.

આ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી દર્શના વાઘેલા તથા અતિથિ વિશેષ તરીકે પ્રતિભા જૈન (મેયર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મીરા પટેલ (મેયર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન), પ્રેરકશાહ (શહેર ભાજપ પ્રમુખ, કર્ણાવતી મહાનગર), જીતેન્દ્ર પટેલ (ધારાસભ્ય-નારણપુરા),દેવાંગ દાણી (સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન, અમદાવાદ શહેર),જનક ખાંડવાલા (વાઈસ ચેરમેન, સિલ્વર ઓક યુનિવર્સિટી), નીતા અમીન (ઉપપ્રમુખ, જનસહાયક ટ્રસ્ટ), ડૉ.વરુણ અમીન (મેનેજિંગ ટ્રસ્ટી, જનસહાયક ટ્રસ્ટ), આર.સી.પટેલ (સેક્રેટરી,જનસહાયક ટ્રસ્ટ), પંકજ દેસાઈ (જોઈન્ટ સેક્રેટરી, જનસહાયક ટ્રસ્ટ), વિજુલ અમીન (ટ્રેઝરર, જનસહાયક ટ્રસ્ટ), ઘનશ્યામ અમીન (ચેરમેન, ગુજરાત રાજ્ય સહકારી સંઘ), ભગવત અમીન (સી.ઈ.ઓ, હીરામણિ સંકુલ), વિવિધ રમતોના કોચ, રેફરી અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ખેલ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદ ખેલ મહોત્સવ-2025માં તા.21-11-25 ના 56 ટીમના 686 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, તા.22-11-25 ના રોજ રસ્સાખેંચ, યોગાસન, લીંબુ ચમચી, સંગીત-ખુરશી અને તા.23-11-25 ના રોજ બાસ્કેટબોલ અને સ્કેટીંગની રમતોનું આયોજન કરવામાં આવેલ છે.
તા.21-11-2025, ગુરુવારના રોજ રમાયેલ સ્પર્ધાઓમાં વિવિધ સ્કૂલોના જેમ કે ખો-ખોની 17 ટીમના 218 ખેલાડીઓ, કબડ્ડીમાં 18 ટીમના 230 ખેલાડીઓ અને વોલીબોલમાં 21 ટીમના 238 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર તેમામ ખેલાડીઓને પાર્ટીસિપેટ સર્ટીફિકેટ એનાયતક કરવામાં આવશે.
