એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન અંડર-17 ક્વોલિફાયરમાં લેબનાન અને પેલેસ્ટાઈન મેચ 1-1 થી ડ્રૉ, ઈરાન  3 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલ માં આગળ

Spread the love

અમદાવાદ

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશન અને સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત, એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન ક્વોલિફાયર 2025માં 24 નવેમ્બરના રોજ રમાયેલી બીજી મેચમાં લેબનાન અને પેલેસ્ટાઈન ની ટીમો એ આક્રમક શરૂઆત બાદ 14 મી મિનિટે પેલેસ્ટાઈનના મીડ ફિલ્ડર 8 નંબરે હેડથી શાનદાર ગોલ કરી ટીમ ને 1-0  ની લીડ અપાવી હતી, હાફ ટાઈમ  સુધી માં બંને ટીમો માથી કોઈ ટીમ વધારાનો ગોલ કરી શકી નહતી અને હાફ ટાઈમે સ્કોર 1-0 પેલેસ્ટાઈનની તરફેણમાં રહ્યો હતો.

બીજા હાફ માં પણ બંને ટીમો આક્રમક રમત રમતી હતી. પેલેસ્ટાઈનના ગોલ કીપરે એક ડાઇરેક્ટ કીકનો સુંદર બચાવ કર્યો હતો. પેલેસ્ટાઈનના 11 નંબર આદમ કાફરીને 65મી મિનિટે ગોલ કરવાની તક મળી હતી પણ ગોલ થયો ન હતો. મેચની 60મી મિનિટે લેબનાનના 14 નંબર રામી મલાએબ એ રાઈટ કોર્નર તરફથી સુંદર ગોલ કરી સ્કોરને 1-1 કર્યો હતો. મેચ અંતે 1-1 થી ડ્રૉ  થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *