ઈરાન ચાઈનિઝ તાઈપેઈને 5 – 0 થી હરાવીને એશિયન ફૂટબોલ ક્વોલિફાયર અંડર-17માં  પોઈન્ટ્સ ટેબલમાં આગળ

Spread the love

અમદાવાદ

ઓલઇન્ડિયા ફૂટબોલ ફેડરેસન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએસન અને સ્પોર્ટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત, એશિયન ફૂટબોલ કોન્ફેડરેસન ક્વોલિફાયર 2025ની મેચ અમદાવાદના એકા અરેના ,ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડીયમ ખાતે રમાઈ હતી જેમાં ૩ મેચના અંતે ઇન્ડિયા ઉપરાંત પેલેસ્ટાઈન, ચાઈનિઝ તાઈપેઈ અને લેબનાન બધાની મેચ ડ્રો ગઈ હોવાથી ચારેય ટીમ ને ૧-૧ પોઈન્ટ છે. ઈરાન ૩ પોઈન્ટ્સ સાથે ફર્સ્ટ પોજીસન પર છે.

આજે પહેલી મેચ ચાઈનિઝ તાઈપેઈ અને મજબુત ગણાતી ઈરાન વચ્ચે રમાઈ હતી.ઈરાન ટીમ શરુઆતથી જ આક્રમક રમત રમતી હતી પરંતુ ગોલ કરવામાં સફળ થતી ન હતી. ફર્સ્ટ હાફની અંતિમ ક્ષણે, ૪૫ મી મીનીટે ઈરાનના કેપ્ટન મહાન બેહેશ્તી જરસી નંબર ૧૦ દ્વારા ગોલ કરી ટીમનો સ્કોર ૧-0 કર્યો હતો.

બીજા હાફમાં મેચ શરૂ થયાની છઠ્ઠી મીનીટે ઈરાનના જરસી નંબર ૯ અમીરેજા વાલીપુર દ્વારા ગોલ કરી ટીમની સરસાઈ ૨-0 કરી હતી. મેચની ૫૬ મી મીનીટે જરસી નંબર ૭ જફર અસાદી દ્વારા સોલો થી આસાન ગોલ કરી સ્કોર ૩-0 કર્યો હતો.૮૨ મી મીનીટે જરસી નંબર ૧૯ મોહમ્મદ ઘસીમી દ્વારા  અને ૯૦ મી મીનીટે ૧૦ નંબર મહાન બેહેશ્તી દ્વારા બીજો ગોલ કરી સ્કોર ૫-0 કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *