મહર્ષિ સાંદિપની સ્કૂલને હરાવી ડીપીએસ બોપલ અંડર-16 મલ્ટિડેમાં ચેમ્પિયન

Spread the love

અમદાવાદ

દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલએ મહર્ષિ સાંદિપની સ્કૂલને પ્રથમ ઈનિંગ્સની સરસાઈના આધારે હરાવીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત અંડર-૧૬ મલ્ટિડે સ્કૂલ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬ ની ફાઇનલ મેચ જીતી લીધી હતી. મેચ ૨૭,૨૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ ગત્રાડના રોયલ એ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. મહર્ષિ સાંદીપાની સ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. દિલ્હી પબ્લિક સ્કૂલ – બોપલ પ્રથમ દાવમાં 213 રન બનાવ્યા જેના જવાબમાં મહર્ષિ સ્કૂલની પ્રથમ ઈનિંગ્સ 137 રનમાં સમેટાઈ જતાં ડીપીએસ બોપલનો પ્રથમ ઈનિંગ્સમાં 76 રનની સરસાઈ મેળવી વિજય મેળવવા સાથે ચેમ્પિયનશીપ હાંસ કરી હતી. ડીપીએસની ટીમના કોચ મિહિર કાપલિયા હતા. ડીપીએસ માટે શ્લોક જાની અને ઈબ્રાહિમ અવરીએ 62-62 રન જ્યારે શૌર્ય પરાશરે 13 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. મહર્ષિ સ્કૂલ તરફથી ક્રિશલ બારોટે 31 રન બનાવ્યા હતા અને કુંજ પટેલે 60 રનમાં ચાર જ્યારે હરમન છાબરિયાએ 57 રનમાં 3 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *