પ્રથમ ગુજરાત ઈસ્પોટર્સ ઓપનની ચેસમાં શેખ સોહિલ, ઈએએફસી (કોન્સલ)માં રાહુલ છગનાની ચેમ્પિયન

Spread the love

અમદાવાદ

અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે રમાયેલી પ્રથમ ગુજરાત ઈસ્પોટર્સ ઓપન ચેમ્પિયનશીપની છ ગેમ્સની અત્યંત રોમાચંક ફાઈનલ બાદ ચેસમાં શેખ સોહિલ, ઈએ એફસી (કોન્સલમાં રાહુલ છગનાની, આસી24માં શક્તિસિંહ પરમાર, ઈફૂટબોલ-મોબાઈલમાં કમલ ચાવડા, સ્ટ્રીટ ફાઈટર-6માં લવીશ કલાલ, બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયામાં ફિયર સ્પોટર્સ વિજેતા રહ્યા હતા સ્પર્ધામાં કુલ 2328 ખેલાડીઓએ નામ નોંધાવ્યા હતા જેમાંથી ટોચના 120 સ્પર્ધકોએ ફાઈનલમાં ભાગ લીધો હતો.

અત્યંત રોમાંચક એવી આ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં ગુજરાતી ઈસ્પોટર્સ એસોસિએશનના પ્રમુખ દેવ પટેલ, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ ગગન નારંગ, એફઈએઆઈના ફાઉન્ડિંગ ડિરેક્ટર વૈભવ ડાંગે, ઈન્દ્રપ્રસ્થ ઈસ્પોટર્સના ડિરેક્ટર અભિષેક ઈશર, જીસીસીઆઈના પ્રેસિડન્ટ સંદીપ પી. એન્જિનિયર, અદાણી સ્પોટર્સ લાઈનના સીબીઓ સંજય આદેસરા, વિજય ભારતી ફાઉન્ડેશનના બોર્ડ મેમ્બર દુર્ગેશ અગ્રવાલ હાજર રહ્યા હતા.

ગુજરાત ઈસ્પોટર્સ ઓપન ચેમ્પિયનશીપનાં પરિણામો

ચેસઃ વિજેતા શેખ સોહિલ (25000 રુપિયા), રનર અપઃ માધવ વોરા (રૂ.15000), સેકન્ડ રનર અપઃ જિહાન શાહ (રૂ.10000)

ઈએ એફસી કોન્સોલઃ વિજેતાઃ રાહુલ છગગાની (રૂ. 13000), રનર અપઃ ખેતાન દરજી (રૂ. 7000) સેકન્ડ રનરઅપઃ આદિત્ય તોલાની (રૂ.5000).

આરસી24 વિજેતા શક્તિસિંહ પરમાર (રૂ. 13000), રનર અપઃ રોહન પટેલ (રૂ. 7000), સેકન્ડ રનરઅપઃ હિતેશ અંબાલિયા (રૂ. 5000)

ઈ-ફૂટબોલ મોબાઈલઃ વિજેતાઃ કમલ ચાવડા (રૂ. 13000), રનરઅપઃ ઓમ આંબલિયા (રૂ. 7000), સેકન્ડ રનર અપ માધવ શ્રીવાસ્તવ (રૂ. 5000).

સ્ટ્રીટ ફાઈટર 6- વિજેતા લવીશ કલાક (રૂ. 13000), રનર અપઃ આરૂષ (રૂ. 7000), સેકન્ડ રનરઅપઃ હિતેશ (રૂ. 5000).

બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયાઃ વિજેતાઃ ફિઅર ઈસ્પોટર્સ (રૂ. 75000), રનરઅપઃ ટીમ રૉ (રૂ. 40000), સેકન્ડ રનરઅપઃ ટીમ એલિટ વોરિયર્સ (રૂ. 25000).

એમવીપીઃ રુદ્રેશ મકવાણા (રાવાનોગ)- રૂ. 10000.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *