TPL 7 માં જીએસ દિલ્હી એસેસની સિઝનની સૌથી મોટી જીત, એસજી પાઇપર્સ, યશ મુંબઈ ઇગલ્સ અને રાજસ્થાન રેન્જર્સ સાથે સેમિફાઇનલમાં

Spread the love

અમદાવાદ

ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના અંતિમ દિવસે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે જીએસ દિલ્હી એસેસે સિઝનની તેમની સૌથી મોટી જીત નોંધાવી, અને એસજી પાઇપર્સ, યશ મુંબઈ ઇગલ્સ અને રાજસ્થાન રેન્જર્સ સહિત સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું.

શનિવારે રાજસ્થાન રેન્જર્સ અને ચેન્નાઈ સ્મેશર્સ વચ્ચેની પહેલી મેચ શરૂ થઈ હતી. મહિલા સિંગલ્સ કેટેગરીમાં એકટેરીના કાઝિઓનોવા અને ઇરિના બારાનો સામનો થયો હતો, જેમાં એકટેરીનાએ 13-12થી જીત મેળવીને રેન્જર્સ માટે ટોન સેટ કર્યો હતો. ત્યારબાદ મિક્સ ડબલ્સમાં, એકટેરીના કાઝિઓનોવા અને દક્ષિણેશ્વર સુરેશે ઇરિના બારા અને ઋત્વિક ચૌધરી બોલિપલ્લી સામે 14-11થી જીત મેળવી.

વિશ્વના 26માં ક્રમાંકિત લુસિયાનો દરડેરીએ પુરુષોની સિંગલ્સમાં ડાલિબોર સ્વર્સીનાને 15-10થી હરાવ્યા. જોકે ડાલિબોર સ્વરસીના અને ઋત્વિક ચૌધરી બોલિપલ્લીએ લુસિયાનો દરડેરી અને દક્ષિણેશ્વર સુરેશને 14-11 થી હરાવ્યા, રાજસ્થાન રેન્જર્સે 53-47 થી જીત મેળવી.

દિવસની બીજી મેચમાં, ટેબલ-ટોપર્સ જીએસ દિલ્હી એસિસે ગુજરાત પેન્થર્સને હરાવીને પોતાનો પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યો. મહિલા સિંગલ્સમાં સોફિયા કોસ્તૌલાસે ગુજરાતની નુરિયા બ્રાન્કાસિઓને 18-7થી હરાવી. સોફિયા કોસ્તૌલાસે જીવન નેદુન્ચેઝિયાન સાથે મળીને મિક્સ ડબલ્સમાં નુરિયા બ્રાન્કાસિઓ અને અનિરુદ્ધ ચંદ્રશેખરને 14-10 થી હરાવ્યા.

બિલી હેરિસે મેન્સ સિંગલ્સમાં વિશ્વના 42માં ક્રમાંકિત ખેલાડી એલેક્ઝાન્ડર મુલરને 13-12થી હરાવ્યો. બિલી હેરિસ અને જીવન નેદુન્ચેઝિયાને એલેક્ઝાન્ડર મુલર અને અનિરુદ્ધ ચંદ્રશેખરની જોડીને 16-9થી હરાવીને જીએસ દિલ્હી એસિસને 62-38થી જીતવામાં મદદ કરી, આ સાથે જ સિઝનની તેમની આ સૌથી મોટી વિજય છે.

ત્રીજો મુકાબલો ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ અને યશ મુંબઈ ઇગલ્સ વચ્ચે રમાયો. મહિલા સિંગલ્સમાં, સહજા યમલાપલ્લીએ રિયા ભાટિયાને 14-11થી હરાવી. મિક્સ ડબલ્સમાં, રિયા ભાટિયા અને નિકી પૂનાચાએ સહજા યમલાપલ્લી અને શ્રીરામ બાલાજીને 15-10થી હરાવ્યા.

પુરુષોની સિંગલ્સમાં, દામીર ઝુમહુરે ડેન ઇવાન્સને 15-10થી હરાવ્યા. પુરુષોની ડબલ્સમાં દામીર ઝુમહુર અને નિકી પૂનાચાએ ડેન ઇવાન્સ અને શ્રીરામ બાલાજીને 17-8થી હરાવ્યા, જેનાથી યશ મુંબઈ ઇગલ્સ 58-42થી વિજય મેળવ્યો.

દિવસનો અંતિમ મુકાબલો એસજી પાઇપર્સ અને હૈદરાબાદ સ્ટ્રાઇકર્સ વચ્ચે રમાયો. મહિલા સિંગલ્સમાં, શ્રીવલ્લી ભામિદીપતીએ કેરોલ મોનેટને 13-12થી હરાવ્યો. ત્યારબાદ તેણે રોહન બોપન્ના સાથે જોડી બનાવીને મિક્સ ડબલ્સમાં કેરોલ મોનેટ અને વિષ્ણુ વર્ધનને 15-10થી હરાવ્યા.

રામકુમાર રામનાથને ટુર્નામેન્ટમાં પોતાનો પ્રભાવશાળી દેખાવ ચાલુ રાખ્યો, પુરુષોની સિંગલ્સમાં બર્નાબે ઝાપાટાને 15-10થી હરાવ્યો. ત્યારબાદ રામકુમાર રામનાથન અને રોહન બોપન્નાની જોડીએ 14-11થી વિજય મેળવીને SG પાઇપર્સને 57-43થી જીત અપાવી.

14 ડિસેમ્બરે પ્રથમ સેમિફાઇનલમાં GS દિલ્હી એસિસ રાજસ્થાન રેન્જર્સનો સામનો કરશે, જ્યારે બીજી સેમિફાઇનલ મેચમાં રોહન બોપન્નાની એસજી પાઈપર્સ યશ મુંબઈ ઇગલ્સનો સામનો કરશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હૈદરાબાદ સ્ટ્રાઇકર્સ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા બાદ, રવિવારે ટેનિસ પ્રીમિયર લીગને નવો ચેમ્પિયન બનશે.

લિયેન્ડર પેસ-મહેશ ભૂપતી – ભારતના પ્રખ્યાત ટેનિસ સ્ટાર્સ, બ્લેક કોર્ટ પર જોવા મળ્યા

અમદાવાદ

ટેનિસ પ્રીમિયર લીગ સિઝન 7ના ચોથા દિવસે ભારતીય ટેનિસ આઇકોન લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ લીગના બ્લેક કોર્ટ પર સાથે દેખાયા, ત્યારે ઘણી  યાદો તાજી થઈ ગઈ. પેસ GS દિલ્હી એસીસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા હતા, જ્યારે ભૂપતિ SG પાઇપર્સ બેંગલુરુના સમર્થનમાં હાજર રહ્યા હતા, જ્યાં તેઓ CEO તરીકે સેવા આપે છે.

આ ટેનિસ જોડી, જેમણે એકસાથે ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા અને એક  ભારતીય જોડી તરીકે વિશ્વ નંબર 1 સુધી પહોંચ્યા હતા, તેઓ સીઝન 7 ના ચોથા દિવસે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે  હાજર રહ્યા  હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *