રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ફૂડ્સ સેગમેન્ટમાં પ્રવેશની,SIL બ્રાન્ડની પુનઃપ્રસ્તુતિ

Spread the love

RCPL તેના ફૂડ્સ પોર્ટફોલિયોમાં SIL બ્રાન્ડના સમૃદ્ધ વારસાને ફ્લેગશિપ બ્રાન્ડ તરીકે સુદૃઢ બનાવશે

બેંગલુરુ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની (RIL) FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે(RCPL) પેકેજ્ડ ફૂડ્સ માર્કેટમાં નોંધપાત્ર વિસ્તરણની આજે જાહેરાત કરી છે. આ અંતર્ગત, 75 વર્ષ જૂની અને જાણીતી ફૂડ્સ બ્રાન્ડ SILને ફૂડ્સ સેગમેન્ટમાં તેની મુખ્ય બ્રાન્ડ તરીકે રિલોન્ચ કરવામાં આવી છે. આ સાથે RCPLનું ફૂડ્સ કેટેગરી (ખાદ્ય પદાર્થોની શ્રેણી)માં સર્વગ્રાહી પદાર્પણ થયું છે, જેની શરૂઆતમાં SIL બ્રાન્ડ હેઠળ નૂડલ્સ, જામ, કેચઅપ, સોસ અને સ્પ્રેડ્સ જેવી નવી પ્રોડક્ટ્સ પ્રસ્તુત કરાઈ છે.

એક નવા અને આધુનિક રૂપરંગથી સજ્જ, નવી SIL થકી એ જ જૂની પેઢીઓના મનપસંદ સ્વાદ અને સોડમને પુનઃપ્રસ્તુત કરાઈ રહી છે. આ પ્રોડક્ટ્સને એવી રીતે વિકસાવાઈ છે જેથી તે આધુનિક ભારતીય પરિવારોની સ્વાદ, ગુણવત્તા અને કિંમતની અપેક્ષાઓ પર પરિપૂર્ણ ઉતરી શકે. RCPLની મુખ્ય ફૂડ્સ બ્રાન્ડ તરીકે SIL દ્વારા કંપનીના પેકેજ્ડ ફૂડ્સ ક્ષેત્રમાં પદાર્પણનું પ્રથમ સોપાન સર કરાશે જેથી ભવિષ્ય માટે તૈયાર એવા મજબૂત ફૂડ્સ પોર્ટફોલિયોનો પાયો રચાય.

પોષાય તેવી કિંમતે વિશ્વ-સ્તરીય ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સની પ્રસ્તુતિના RCPLના વચનને પરિપૂર્ણ કરતા, SIL ભારતીય ઘરો માટે એક સંપૂર્ણ, સહેલાઈથી ઉપલબ્ધ અને પૈસા-વસૂલ ફૂડ્સ બ્રાન્ડ તરીકે પરત ફરી છે. SILની પુનઃપ્રસ્તુતિ ભવિષ્યલક્ષી FMCG વ્યાપારનું નિર્માણ કરવાની સાથે ભારતની લોકપ્રિય બ્રાન્ડ્સના વારસાને પુનઃપ્રસ્તુતિ સાથે સુદૃઢ બનાવવાની RCPLની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેતન મોદીએ જણાવ્યું હતું કે, “SILનું રિલોન્ચ RCPLની વૃદ્ધિની સફરમાં સર કરેલું મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણ કે આ સાથે અમે પહેલીવાર પેકેજ્ડ ફૂડ્સ ક્ષેત્રમાં સંપૂર્ણરીતે પ્રવેશ કર્યો છે. SILને અમારી મુખ્ય ફૂડ્સ બ્રાન્ડ તરીકે પ્રસ્તુત કરીનેઅને તેને નૂડલ્સજામકેચઅપસોસ અને સ્પ્રેડ્સ વગેરેમાં ફેલાવીનેઅમે દરેક ઘર માટે એક મજબૂત અને સરળતાથી પહોંચને પાત્ર ફૂડ્સ પોર્ટફોલિયો બનાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. SIL એ વારસા અને નવતર પ્રયોગોનું સર્વોત્તમ સંયોજન છેજે અમને ઉચ્ચ-ગુણવત્તાશીલ અને પૈસા વસૂલ ફૂડ પ્રોડક્ટ્સની પ્રસ્તુતિ માટે સક્ષમ બનાવે છે જે પ્રેરિત તો ભારત દ્વારા છેપરંતુ ઉપલબ્ધ આખા વિશ્વ માટે છે.

નવી SIL રેન્જ આપણી પેઢીઓ જે સ્વાદના ચટાકા સાથે મોટી થઈ છે તેની પુનઃપ્રસ્તુતિ કરે છે, જેને આજના ગ્રાહકો માટે ખાસ તૈયાર કરાઈ છે. નૂડલ્સ પોર્ટફોલિયોમાં ચાર વેરિયાન્ટ – મસાલાઆટા વિથ વેજીસકોરિયન K-ફાયર અને ચાઉ-ચાઉનો સમાવેશ થાય છે – જે માત્ર રૂ. 5ની કિફાયતી કિંમતથી શરૂ થાય છે. તો બીજીતરફ કોઈ પણ પ્રકારના કૃત્રિમ રંગ કે અન્ય રસાયણો વિના માત્ર દેશી ટામેટાંમાંથી બનાવયેલા SIL કેચઅપનું પાઉચ ફક્ત રૂ. 1થી શરૂ થાય છે. આ ઉપરાંત, 22% વધુ ફળોનો જથ્થો ધરાવતા અને આઠ સાચા ફળોના ઉપયોગ દ્વારા બનાવાયેલા SIL મિક્સ્ડ ફ્રૂટ જામની કિંમત રૂ. 22થી શરૂ થાય છે. તે 100 ગ્રામ, 200 ગ્રામ અને 500 ગ્રામ પૅક્સમાં ઉપલબ્ધ છે.

છેલ્લા 75 વર્ષ કરતાં પણ વધુ સમયથી SILએ ભારતીય ઘરોમાં સ્વાદ અને આનંદની પ્રસ્તુતિ કરી છે. આ તાજગીસભર પોર્ટફોલિયોને ઊંડા ગ્રાહક સંશોધનનું સમર્થન છે અને તેને આધુનિક સુગમતા તેમજ જૂના જમાનાના સ્વાદના ચટાકાની પુનઃપ્રસ્તુતિ માટે કુદરતી, ગુણવત્તાસભર ઘટકો દ્વારા વિકસાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *