એસવીએન,નવી દિલ્હી
ભારતીય કુસ્તી ફેડરેશન (WFI) એ એક નવી પસંદગી નીતિ જાહેર કરી છે. જેમાં રાષ્ટ્રીય પસંદગી માટે લાયક બનવા નેશનલ કેમ્પમાં હાજરી ફરજિયાત રહેશે, કુસ્તીબાજોને સ્વતંત્ર રીતે તાલીમ આપવા પર પ્રતિબંધ અને ઓલિમ્પિક રમતોના ક્વોટા વિજેતા ખેલાડીઓને અંતિમ વન-બાઉટ પસંદગી ટ્રાયલમાં હાજર રહેવાનું ફરજિયાત રહેશે.

અમદાવાદમાં રાષ્ટ્રીય સ્પર્ધા દરમિયાન WFI ની તાજેતરની જનરલ કાઉન્સિલની બેઠકમાં આ નીતિની ચર્ચા કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી.
કોઈ નેશનલ કેમ્પ નહીં, કોઈ ભારતની જર્સી નહીં
નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લેવો એ બધા કુસ્તીબાજો માટે ફરજિયાત છે, જેમાં ઉચ્ચ કક્ષાના અને પ્રતિષ્ઠિત રમતવીરોનો સમાવેશ થાય છે. શિબિરમાં ભાગ લેવા માટે, કુસ્તીબાજે સંબંધિત વર્ષની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો હોવો જરૂરી રહેશે, નેશનલ કોચિંગ કેમ્પના પેટા હિડિંગ હેઠળની નીતિમાં જણાવાયું છે.
એકવાર પસંદગી થયા પછી, કુસ્તીબાજોએ નિર્ધારિત નેશનલ કેમ્પમાં જ તાલીમ લેવી જરૂરી છે. કોઈપણ ખેલાડીને અન્ય કોઈ સ્થળે સ્વતંત્ર રીતે તાલીમ લેવાની પરવાનગી નહીં મળે,”એમ તેમાં ઉમેરવામાં આવ્યું છે.
તેનો અર્થ એ છે કે તાજેતરમાં નિવૃત્તિ પછી પુનરાગમનની જાહેરાત કરનાર વિનેશ ફોગાટે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે સ્થાનિક સ્તરે પોતાને સાબિત કરવીં પડશે.
નીતિમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શિબિરમાં હાજરી ન આપવાથી કુસ્તીબાજ પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે અયોગ્ય બનશે.
નીતિમાં રિઝર્વ કુસ્તીબાજોની યાદી રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી છે, જેમને પસંદ કરાયેલા ખેલાડીને ઈજા થવાના કિસ્સામાં રાષ્ટ્રીય ફરજ બજાવવા માટે કહેવામાં આવશે.
WFI નીતિમાં સ્પષ્ટ કરાયું છે કે, પસંદગી ટ્રાયલ માટે ભૂતકાળના પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અમે કોઈને પણ ટ્રાયલ મુક્તિ આપવાના નથી. કોઈ પણ ખેલાડી ભૂતકાળની સિદ્ધિઓ પર ટકી શકતો નથી. ભૂતકાળમાં, થોડા રમતવીરોએ મુક્તિ માંગી હતી જે ઉભરતા કુસ્તીબાજો માટે વાજબી નથી, WFI બધાને સમાન તક આપશે, એમ WFIના એક અધિકારીએ PTI ને જણાવ્યું હતું.
નીતિમાં ઉલ્લેખ છે કે, લાયક બનવા માટે, કુસ્તીબાજે સંબંધિત વર્ષની નીચેની સ્પર્ધાઓમાંથી ઓછામાં ઓછી એકમાં મેડલ જીત્યો હોવો જોઈએ: રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ, ફેડરેશન કપ અને કોઈપણ અન્ય WFI-માન્યતા પ્રાપ્ત સ્પર્ધા.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પસંદગી ટ્રાયલ જરૂરી
નીતિમાં એમ પણ જણાવાયું છે કે ઓલિમ્પિક રમતો, એશિયન રમતો, કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપ અને વિશ્વ ચેમ્પિયનશિપ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી ટીમો માટે ટ્રાયલ ફરજિયાત છે.
ટ્રાયલનો ઉદ્દેશ્ય વાજબી તક, ફોર્મ અને ફિટનેસનું મૂલ્યાંકન, પારદર્શિતા, જવાબદારી અને યોગ્યતા-આધારિત પ્રતિનિધિત્વ પૂરું પાડવાનો છે.
WFI એ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓલિમ્પિક ક્વોટા વ્યક્તિગત રમતવીરોને નહીં પણ રાષ્ટ્રને આપવામાં આવે છે અને તે ઓલિમ્પિક ભાગીદારી માટે ટ્રાયલ યોજવાનો અધિકાર અનામત રાખે છે.
WFI એ સ્પષ્ટ કર્યું કે ક્વોટા વિજેતા પ્રારંભિક ટ્રાયલ્સમાં ભાગ લેશે નહીં અને ટ્રાયલના વિજેતા સાથે લડશે અને જો તે હારી જાય, તો તેને ક્વોટા ફરીથી મેળવવાની બીજી તક આપવામાં આવશે.
પસંદગી સમિતિનું નેતૃત્વ WFI પ્રમુખ કરશે. તેમાં સેક્રેટરી જનરલ અથવા વાઇસ પ્રેસિડેન્ટનો પણ સમાવેશ થશે અને તેમાં દ્રોણાચાર્ય/અર્જુન/ધ્યાનચંદ પુરસ્કાર વિજેતા ઉપરાંત તે શાખાના મુખ્ય કોચ અને વિદેશી કોચ પણ હશે.
આ ઉપરાંત, મુખ્ય કોચ કુસ્તીબાજને અનુશાસનહીનતા અથવા નબળી હાજરીના આધારે ટ્રાયલમાંથી પ્રતિબંધિત કરવાની ભલામણ કરી શકે છે. પસંદગી સમિતિ ભલામણને માન્ય રાખી શકે છે અને WFI આંતરરાષ્ટ્રીય સ્પર્ધા દરમિયાન વધુ વજન ધરાવતા કુસ્તીબાજો સામે શિસ્તભંગના પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે.
WFI એ તાજેતરમાં પેરિસ ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સેહરાવત પર સસ્પેન્શન હટાવતા પહેલા વધુ વજન હોવા બદલ પ્રતિબંધ મૂક્યો હતો.
