સ્ટ્રોકની ટ્રીટમેન્ટ માટે માત્ર વિદેશી સ્ટેન્ટ પર આધાર નહીં રાખવો પડે,મેક ઈન ઈન્ડિયાના ડિવાઈસના ટ્રાયલમાં સારા પરિણામ

અમદાવાદ
સ્ટ્રોકની સારવારમાં ભારતમાં એક મહત્વપૂર્ણ પગલાં સમાન તેની સારવાર માટેના સ્ટેન્ટનું હવે દેશમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટ્રોકની સારવારમાં સ્ટેન્ટ માટે અત્યાર સુધી વિદેશી ડિવાઈસ પર આધાર રાખવો પડતો હતો જેનો અંદાજે ખર્ચ બે લાખ હોવા છતાં તે આસાનીથી મળી પણ શકતો નહતો. આ સ્થિતિ હવે ભૂતકાળ બની જશે. ભારતીય ઇજનેરો દ્વારા સ્ટેન્ટ ડિઝાઇન કરાયેલા અને સિમ્સ હોસ્પિટલ સહિત 8 ભારતીય હોસ્પિટલમાં કરવામાં આવેલા અભ્યાસ બાદ આ ડિવાઈસ ઉપલબ્ધ થતાં દેશના દર્દીઓને ઘણો લાભ થશે.
ગ્રાસરૂટ ટ્રાયલ દેશના આઠ અગ્રણી સ્ટ્રોક સેન્ટરોમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં મૈરિંગો સિમ્સ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.
સુપરનોવા સ્ટેન્ટ રીટ્રીવરે મજબૂત સલામતી અને અસરકારક પરિણામો દર્શાવ્યા છે, જે સફળ વાહિની રિકેનલાઇઝેશનના ઊંચા દર, ફેવરેબલ ફર્સ્ટ-પાસ સફળતા અને લૉ કોમ્પ્લિકેશન પ્રોફાઇલ સાથે 90 દિવસમાં ફંક્શનલ રીકવરીને પ્રોત્સાહન આપે છે.
ક્લિનિકલ ઇમ્પેક્ટને દર્શાવતા મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં ટ્રાયલનાં પ્રિંન્સિપલ ઇન્વેસ્ટીગેટર, ન્યુરોઇન્ટરવેન્શન અને સ્ટ્રોકનાં ડિરેક્ટર ડૉ. મુકેશ શર્માએ કહ્યું કે, “ભારતમાં સ્ટ્રોક માટે ગ્રાસરૂટ ટ્રાયલ ગેમ-ચેન્જર છે. હાઇ રિપરફ્યુઝન રેટ સાથે શ્રેષ્ઠ સલામતીનો અર્થ છે કે હવે દર્દીઓ ક્રિટિકલ સમયે ખાસકરીને મર્યાદિત સંસાધનો છતાં આ લાઇફ – સેવિંગ મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી એક્સેસ કરી શકશે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં યુનિટ મેડિકલ ડિરેક્ટર ડૉ. આર. શંકરને કહ્યું કે, “આ અભ્યાસથી સાબિત થાય છે કે વર્લ્ડ-ક્લાસ પરિણામો સ્થાનિક ઇનોવેશન થકી પ્રાપ્ત થાય છે. આ ભારતીય દર્દીઓ માટે ઝડપી, સલામત તથા અફોર્ડેબલ એડવાન્સ્ડ સ્ટ્રોક ઇન્ટરવેન્શન્સ પ્રદાન કરવામાં અમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે.
ભારતમાં સ્ટ્રોકનાં વાર્ષિક લગભગ 1.7 મિલિયન નવા કેસ નોંધાય છે, ત્યારે આવા સ્વદેશી, પુરાવા-આધારિત ઇનોવેશનેસ દેશના સ્ટ્રોક કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ એક મિશન છે, મૈરિંગો સિમ્સહોસ્પિટલ જેનું નેતૃત્વ કરી રહી છે.
