
દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ સી. એન. વિદ્યાલય સામે એક ઈનિંગ્સને આધારે વિજય પ્રાપ્ત કરીને ચેમ્પિયન બની હતી.
તા.22,23,24-12-2025ના રોજ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી દીવાન બલ્લુભાઈ અન્ડર-19
(મલ્ટી-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગલીધી હતી.
સી. એન. વિદ્યાલયે પ્રથમદાવમાં 79.1 ઓવરમાં 10 વિકેટે 308 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે 24 ઓવરમાં 84 રન આપી 5 વિકેટ લીધી અને નીલ પુરાનીએ 13 ઓવરમાં 76 રન આપીને 2 વિકેટ લીધી હતી..
હીરામણિ સ્કૂલે 120 ઓવરમાં 10 વિકેટે 552 રન કર્યા હતાં. જેમાં હર્ષરાજ રાઠોડે 286 બોલમાં 344 રન કર્યા જેમાં 36 ચોગ્ગા અને 11 છગ્ગા માર્યા હતા., કથન પટેલે 219 બોલમાં 101 રન અને શિવમપટેલે 92 બોલમાં 46 રન કર્યા હતાં
સી. એન. વિદ્યાલયે બીજા દાવમાં 40 ઓવરમાં 4 વિકેટે 216 રન કર્યા હતાં.
