ભારતની ઉભરતી બાસ્કેટબોલ પ્રતિભાને પ્રદર્શિત કરતી 3×3 હૂપર્સ લીગનું શાનદાર પ્રદર્શન સાથે સમાપન

Spread the love
  • ત્રીજી સિઝનમાં વયજુથ પ્રમાણે અને ઓપન કેટેગરીમાં 74 ટીમોએ ભાગ લીધો, આ બે દિવસીય ટુર્નામેન્ટ અમદાવાદના રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાઈ

અમદાવાદ

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત 3×3 હૂપર્સ લીગની ત્રીજી આવૃત્તિ 20 અને 21 ડિસેમ્બર, 2025 ના રોજ બે દિવસની તીવ્ર સ્પર્ધા પછી, પાલડીના રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

આ ટુર્નામેન્ટમાં આઠ સ્પર્ધાત્મક કેટેગરીઓમાં 74 ટીમોઓ ભાગ લીધો હતો, જે બાસ્કેટબોલની વધતી જતી લોકપ્રિયતા અને સમગ્ર ભારતમાં સ્પર્ધાના સ્તરને પ્રતિબિંબિત કરે છે.

અમદાવાદ, ગુજરાતના અન્ય ભાગો અને શહેરોની ટીમોએ છોકરાઓ અને છોકરીઓ માટે અંડર-12, અંડર-15 અને અંડર-18 કેટેગરી તેમજ અંડર-23 છોકરાઓ અને પુરુષોના વિભાગોમાં ભાગ લીધો હતો.

આ ફોર્મેટ લીગ મેચોને નોકઆઉટ રાઉન્ડ સાથે જોડે છે, જે ખેલાડીઓને ઝડપી ગતિવાળા 3×3 ફોર્મેટમાં રમાય છે.

ટુર્નામેન્ટ વિજેતાઓ અને રનર્સ-અપ

અંડર-12 છોકરાઓ:
વિજેતા – અનમય | રનર્સ-અપ – એપલ ગ્લોબલ સ્કૂલ

અંડર-12 છોકરીઓ:
વિજેતા – અદાણી – A | રનર્સ-અપ – XUBC

અંડર-15 છોકરાઓ:
વિજેતા – રિવરસાઇડ સ્કૂલ | રનર્સ-અપ – Rizzlers

અંડર-15 છોકરીઓ:
વિજેતા – સેન્ટ ઝેવિયર્સ લોયોલા બ્લૂ | રનર-અપ – અદાણી સ્ટોર્મ્સ

અંડર- 18 છોકરાઓ:
વિજેતા – જાવરા બાસ્કેટબોલ ક્લબ (મધ્યપ્રદેશ) | રનર-અપ – અદાણી શૂટર્સ

અંડર-18 છોકરીઓ:
વિજેતા – હૂપસ્ટર્સ | રનર-અપ – સેન્ટ ઝેવિયર્સ લોયોલા બ્લૂ

અંડર-23 છોકરાઓ:
વિજેતા – મેક્સા ક્લબ | રનર-અપ – શોડાઉન (સુરત)

પુરુષો:
વિજેતા – મેક્સા ક્લબ | રનર-અપ – ધ એથ્લીટ મેન્ટાલિટી ક્લબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *