ભાવનગર
મેજર લીગ અંડર 13 અસ્મિતા ફૂટબોલ ટુર્નામેન્ટ 2025-26માં ગુજરાતે મહારાસ્ટ્ર સાથે ડ્રૉ કરી ગ્રુપ ટોપ કર્યું. ગુજરાતની આરાધ્યા મેનીયા દ્વારા 24 મી મિનિટે કરેલા ગોલથી ગુજરાતની ટીમે લીડ લઈ લીધી હતી પણ વળતો પ્રહાર કરી વેસ્ટર્ન ઈન્ડિયા ફૂટબોલ અસોશિએશનની ટીમે 25મી મિનિટે મંત્રા મહેશ લોકેના ગોલથી સ્કોર બરાબરી પર લાવી દીધો અને મેચના અંત સુધી સ્કોર 1-1 રહ્યો હતો.
ગુજરાતની ટીમ 4 મેચમાં 8 પોઇંટ્સ સાથે ગ્રુપમાં ટોચ પર રહી હતી અને આગામી ફાઇનલ લીગ માટે ક્વોલિફાઇ કરી લીધું છે.
ગુજરાતે ફૂટબોલમાં કોઈ પણ કેટેગીરીમાં ફાઇનલ લીગ માટે ઘણા લાંબા સમય પછી ક્વોલિફાઇ કર્યું છે. ગુગૃપમાં ઓડીસા અને જારખંડ જેવી મજબૂત ગણાતી ટીમોને પાછળ રાખી ગુજરાતની ટીમે જોરદાર રમત બતાવી હતી.
ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટિ ફૂટબોલ ગ્રાઉંડ પર તારીખ 28.1.26 થી 2.2.2026 દરમિયાન મેજર લીગ ગર્લ્સ અંડર 13 અસ્મિતા ફૂટબાલ ટુર્નામેન્ટ રમાઈ હતી. ગુજરાતના ગ્રુપ ઓડીસા, છત્તીશગઢ, ઝારખંડ અને મહારાસ્ટ્ર ની ટીમો સામેલ હતી.
