ટી20 વર્લ્ડ કપની સુપર એઈટમાં ભારતની દ.આફ્રિકા સામે 76 રને કારમી હાર

Spread the love

દ.આફ્રિકાના સાત વિકેટે 187 રનના જવાબમાં ભારતીય ટીમ 18.5 ઓવરમાં 111 રન બનાવી શકી

અમદાવાદ

અભિષેક શર્મા વર્લ્ડ કપમાં સતત ચોથી વખત શૂન્ય રને આઉટ થવા સહિત ભારતના ટોચના બેટસમેન્સની કંગાળ બેટિંગને લીધે ભારત ટી20 વર્લ્ડ કપની સુપર એઈટની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રને હારી ગયું હતું. દ.આફ્રિકાએ પ્રથણ બેટિંગ કરતા સાત વિકેટના ભોગે 187 રન બનાવ્યા હતા જેની સામે ભારત 18.5 ઓવરમાં ઓવરમાં 111 રન બનાવી શકી હતી.

ભારત તરફથી એક માત્ર શિવમ દુબેએ દ.આફ્રિકાના બોલરો સામે લડત આપી હતી જે ટીમને જીતડવા પુરતી નહતી. દુબેએ 37 બોલમાં એક બાઉન્ડ્રી ત્રણ સિક્સર સાથે 42 રન બનાવ્યા હતા. દ.આફ્રિકા માટે માર્કો જેન્શને 22 રનમાં ચાર જ્યારે કેશવ મહારાજે 24માં ત્રણ અને બોસ્ચે 12 રનમાં બે વિકેટ લીધી હતી

અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કરતા દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલર (63)ની અડધી સદી અને ડેવાલ્ડ બ્રેવિસ (45)-ટ્રીસ્ટાન સ્ટબ્સ (44)ની શાનદાર બેટિંગની મદદથી ભારત સમક્ષ 188 રનનો પડકાર મૂક્યો હતો. શરૂઆતમાં તો દ.આફ્રિતાની ટીમનો પણ ધબડકો થયો હતો અને તેની ત્રણ વિકેટ ચોથી ઓવર સુધીમાં માત્ર 20 રનમાં જ પડી ગઈ હતી. જસપ્રિત બુમરાહે તેનીબીજી ઓવરના પાંચમા બોલે ડી કોક (6)ને બોલ્ડ કર્યો હતો. ભારત માટે બીજી સફળતા અર્શદીપ સિંહે દ.આફ્રિકાના સુકાની એઈડન માર્કરામને હાર્દિક પંડ્યાના હાથમાં ઝિલાવીને અપાવી હતી. માર્કરામ ચાર રને આઉટ થયો હતો.બુમરાહે રેયન રિક્લટન (7)ને શિવમ દુબેના હાથમાં ઝિલાવ્યો હતો. પ્રારંભિક આંચકા બાદ ડેવાલ્ડ બ્રેવિસ (45) અને ડેવિડ મિલર (63) ચોથી વિકેટની ભાગીદારીમાં 97 રન ઉમેરીને ટીમની સ્થિતિને સ્થિર કરી હતી. એ પછી સ્ટબ્સ અને મિલરે પાંચમી વિકેટની ભાગીદારીમાં 35 રન ઉમેરીને ટીમના સ્કોરને 152 રન પર પહોંચાડ્યો હતો. અંતે દ.આફ્રિકાનો સ્કોર સાત વિકેટે 187 રન પર પહોંચ્યો હતો. ભારત માટે બુમરાહે ત્રણ અને અર્શદીપ સિહે બે વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *