
હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં અભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત માર્ગ સલામતી અને સુરક્ષા સત્રનું આયોજન કરવામાં આવેલ. આ અંતર્ગત ધો.11 કોમર્સના વિદ્યાર્થીઓએ ચાર્ટ્સ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની જાળવણી જેવી બાબતો જેમ કે આર.ટી.ઓ.નું કાર્ય રાજ્ય અને ધોરીમાર્ગ તથા નેશનલ હાઈવેના નિયમોની જાણકારી આપી હતીં. દેસાઈ લેખ, પટેલ ગ્રેસી, પટેલ વેદ, પટેલ શ્રેય દ્વારા આ વિષયની સુંદર રજૂઆત કરવામાં આવી હતી.
