નવી દિલ્હી
રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્રારા પુરૂં પાડેલ5 અબજ ભોજન સેવાની સીમાચિહ્નરૂપ સિધ્ધિની અને માનવતાની સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના સીમાચિહ્નની ઉજવણી કરી. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અક્ષયપાત્રના સ્થાપકો – મધુ પંડિત દાસા (ઇસ્કોન બેંગ્લોરના અધ્યક્ષ અને પ્રમુખ) અને ચંચલપતિ દાસા (ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ ઉપપ્રમુખ) ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમનો વિષય – ‘ સુપોષિત અને સુશિક્ષિત ભારત વિકસિત ભારત માટે ‘ એ બાળ પોષણ અને શિક્ષણ તરફના સામૂહિક પ્રયાસો વિકસિત ભારત માટે પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં અક્ષયપાત્રના ટ્રસ્ટીશ્રીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, પ્રતિષ્ઠિત નેતાઓ, નીતિનિર્માણ સંસ્થાઓ,દાતાશ્રીઓ, ભાગીદારો, સમર્થકો અને અન્ય મહત્વપૂર્ણ હિતધારકો હાજર રહ્યા હતા. અક્ષયપાત્રના કેટલાક પૂર્વ લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સરકારી શાળાઓના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. માનનીય રાષ્ટ્રપતિએ ઉજવણીના ભાગરૂપે બાળકોને ભેટો આપી અને ભોજન પીરસ્યું.
ભારત સરકારની મહત્વપૂર્ણ પીએમ પોષણ પહેલના અમલીકરણ ભાગીદાર તરીકે, અક્ષયપાત્ર ભારતભરની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા લાખો બાળકોને તાજું, પૌષ્ટિક ભોજન પીરસે છે. હાલમાં ફાઉન્ડેશન ભારતના 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 78 સ્થળોએ તેના અત્યાધુનિક રસોડા દ્વારા દરરોજ 2.35 મિલિયન (23,50,000) બાળકોને ભોજન આપી રહ્યું છે અને 2030 સુધીમાં દરરોજ 3 મિલિયન (30,00,000) બાળકોને ભોજન આપવાનુંલક્ષ્યાંકધરાવે છે.
આ પ્રસંગે બોલતા, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “આજે, આપણે ભોજનના આશીર્વાદ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં અક્ષયપાત્રની શાનદાર ભૂમિકાની ઉજવણી કરવા માટે અહીં છીએ. અક્ષયપાત્ર કરુણાના ગુણ પર આધારિત સામાજિક નવીનતાના ઉદાહરણ તરીકે ઉભરી આવે છે. આ એક પ્રંશનીય બાબત છે કે અક્ષયપાત્ર છેલ્લા 25 વર્ષથી સતત શાળામાં ભોજન પીરસતું રહ્યું છે, એક પણ દિવસ ચૂક્યા વિના.
મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “હું શ્રીલ પ્રભુપાદને મારું આદર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમની પ્રેરણાથી આ નિઃસ્વાર્થ ભોજન વિતરણ પહેલ શરૂ થઈ, જે હવે એક જન આંદોલનમાં ફેરવાઈ ગઈ છે.
હું મધુપંડિત દાસા અને શ્રી ચંચલપતિ દાસાનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમના દ્રષ્ટિકોણથી અક્ષયપાત્ર ફાઉન્ડેશનનો પાયો નખાયો. 25 વર્ષની યાત્રા સરળ નહોતી, છતાં તમારો સંકલ્પ અટલ રહ્યો છે. આજે, આ જન આંદોલનનો સૌથી મોટો લાભાર્થી ભારતનું શિક્ષણ ક્ષેત્ર છે. 16 રાજ્યો અને 25,000 થી વધુ શાળાઓમાં, તમે દરરોજ 2.35 મિલિયન(આશરે 23,50,000) બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડી રહ્યા છો. આ માટે, હું મારી ઊંડી પ્રશંસા વ્યક્ત કરું છું.
મધુપંડિત દાસાએ કહ્યું, “આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ હું માનનીય રાષ્ટ્રપતિનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું માનનીય શિક્ષણ મંત્રી અને અન્ય તમામ મહાનુભાવોનો પણ તેઓઉપસ્થિતિરહેવા બદલ આભાર માનું છું. અક્ષયપાત્રની માનવતા પ્રત્યેની 25 વર્ષની સેવા અને 5 અબજ (500 કરોડ) ભોજન પીરસવાના સીમાચિહ્નની ઉજવણી કરતી વખતે, અમે શ્રીલ પ્રભુપાદના ઉમદા દ્રષ્ટિકોણ “કોઈ પણ ક્યારેય ભૂખ્યું ન રહે” એ પ્રત્યે કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ. આ કાર્યક્રમે અક્ષયપાત્ર ખાતેના દરેકને વધુ ઉત્સાહ સાથે બાળકો માટે અમારી સેવાઓ નિરંતર ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
ચંચલપતિ દાસાએ કહ્યું, “અક્ષય પાત્ર માટે આ એક આનંદદાયક પ્રસંગ છે કારણ કે અમે અમારી 25 વર્ષની યાત્રામાં 5 અબજ (500 કરોડ) સંચિત ભોજન પીરસવાના એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યા છીએ. આજના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમના મહત્વના સમયપત્રકમાંથી સમય કાઢવા બદલ અમે અમારા બધા મહેમાનોનો આભાર માનીએ છીએ.
