આઈ.આઈ.ટી.ઈ ખાતે વિકસિત ભારત યુથ એસેમ્બલી 2026 – રાજ્ય સ્તરનું આયોજન

Spread the love

ગાંધીનગર

ગાંધીનગર સ્થિત ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા (IITE) ખાતે “વિકસિત ભારત યુથ એસેમ્બલી 2026 – રાજ્ય સ્તર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવાનોને પોતાના વિચારો, અભિપ્રાયો અને દૃષ્ટિકોણ રજૂ કરવાની અનોખી તક મળી હતી.

આ પ્રસંગે મેયર મીરા પટેલ, માનનીય કુલપતિ ડૉ. મુકેશ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા તેમજ યુથબોર્ડ અધિકારી સાઈ જીગનેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મેયરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા યુવાનોમાં નેતૃત્વ કૌશલ્યનો વિકાસ થાય છે અને તેમની વિચારશક્તિ તેમજ નવીન વિચારોને ઓળખવાની તક મળે છે. આજનો યુવા વર્ગ પ્રતિભા અને ક્ષમતાથી ભરપૂર છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. માનનીય કુલપતિએ પણ યુવાનોને પ્રેરણા આપતા તેમને સક્રિય રીતે ભાગ લેવા અને પોતાના વિચારો નિર્ભયતાથી વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન બે જુદા જુદા જૂથો રચવામાં આવ્યા હતા, અને આ રાજ્ય સ્તરની કુલ પાંચ કાર્યક્રમોની શ્રેણીમાં આ ચોથો કાર્યક્રમ હતો. તેમાં પ્રતિભાગીઓએ વિવિધ વિષયો પર ચર્ચા કરી અને પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેના માધ્યમથી તેમની અભિવ્યક્તિ અને વિચારશક્તિને એક સશક્ત મંચ મળ્યો હતો. કાર્યક્રમના અંતે વિજેતા પ્રતિભાગીઓને પુરસ્કારો વિતરણ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *