અદાણી સ્પોર્ટ્સલાઈને ગર્વ હૈની ઓફિશિયલ જર્સીનું અનાવરણ કર્યું

Spread the love

    અમદાવાદ

    અદાણી સ્પોર્ટ્સલાઈને આજે તેના મુખ્ય એથ્લીટ પ્રોગ્રામ, ‘ગર્વ હૈ’ ની ઓફિશિયલ જર્સીનું અનાવરણ કર્યું. જેને એવોર્ડ વિજેતા ડિઝાઇનર આકિબ વાની દ્વારા ડિઝાઇન કરાવામાં આવી છે, આ જર્સી ‘ગર્વ હૈ’ પહેલ હેઠળ વિવિધ રમતગમત સાથે સંકળાયેલ તમામ એથ્લેટ્સ માટે એક સંયુક્ત ઓફિશિયલ કીટ તરીકે કામ કરશે.

    જર્સીના અનાવરણ પ્રસંગે અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરાએ જણાવ્યું હતું કે, અમને અમારા ગર્વ હૈ કાર્યક્રમના ખેલાડીઓ માટે આ ખાસ જર્સી રજૂ કરતા આનંદ થાય છે. જે ખરેખર ભારતની યુવાનોની ભાવનાને દર્શાવે છે. આ જર્સી ફક્ત એક કીટ કરતાં કંઈ ઘણી વધારે મહત્વ છે; તે વિશ્વાસ, આશા અને વિવિધ ક્ષેત્રોમાં એકતાનું પ્રતીક છે.

    ‘ગર્વ હૈ’ જર્સી વિશે વાર કરતાં, આકિબ વાનીએ કહ્યું, એક જ ઓળખ હેઠળ ઘણા પ્રતિભાશાળી એથ્લેટ્સને એક સાથે જોડતી આ જર્સી ડિઝાઇન કરવી એ એક સૌભાગ્યની વાત છે. આ ડિઝાઇન ગૌરવ, શક્તિ અને ઉચ્ચ ઇરાદાઓને પ્રતિબિંબિત કરે છે.”

    ‘ગર્વ હૈ’ એથ્લેટ રોસ્ટર :

    1. આર. પ્રજ્ઞાનન્ધા
    2. પોયમંતિ બૈસ્ય
    3. મનીષા ગઢિયા
    4. અભિમન્યુ સિંહ ભાટી
    5. અશોક કુમાર
    6. નૂરજહાં નૂરઅલી જમાની
    7. લક્ષ્મી જડાલા
    8. નૂપુર શિયોરન

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *