અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડેમીના ખેલાડીઓએ 2025-26 સીઝનમાં વિવિધ રમતોમાં 98 મેડલ જીત્યા

Spread the love

*એપ્રિલ 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન એકેડેમીના ખેલાડીઓએ સ્પીડ સ્કેટિંગ, સ્કેટબોર્ડિંગ, ટેનિસ અને બાસ્કેટબોલમાં મેડલ જીત્યા.
*આ નોંધપાત્ર પ્રદર્શન કરનારા ખાલાડીઓમાં હર્ષા દેશપાંડે, ભક્તિ ખંધાર અને રેયાંશ માશેટ્ટીનો સમાવેશ થાય છે.
*અંડર-19 જુનિયર રાજ્ય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે ચાર બાસ્કેટબોલ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

અમદાવાદ

અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડેમીના ખેલાડીઓએ 2025-26 સીઝન દરમિયાન સ્પીડ સ્કેટિંગ, સ્કેટબોર્ડિંગ, ટેનિસ અને બાસ્કેટબોલમાં કુલ 98 મેડલ જીત્યા. આ મેડલ એપ્રિલ 2025 અને ફેબ્રુઆરી 2026 વચ્ચે યોજાયેલ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈને મેળવ્યા છે.

મેડલ ટેલીમાં 33 ગોલ્ડ, 32 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જેમાં સ્પીડ સ્કેટિંગનો સૌથી વધુ હિસ્સો રહ્યો, આ સ્પર્ધામાં 23 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ મેડલ જીત્યા, જ્યારે સ્કેટબોર્ડિંગમાં 10 ગોલ્ડ, સાત સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા.

ટેનિસમાં, એકેડેમીના ખેલાડીઓએ 14 ટુર્નામેન્ટમાંથી 12 ટુર્નામેન્ટમાં ટોપ-થ્રી માં સ્થાન મેળવ્યું. હર્ષા દેશપાંડેએ અમદાવાદમાં યોજાયેલી ઓલ-ઇન્ડિયા ચેમ્પિયનશિપ સિરીઝમાં અંડર-14 ગર્લ્સ ડબલ્સ ટાઇટલ જીત્યું; અદાણી સ્પોર્ટ્સલાઈન રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે આયોજીત ગુજરાત સ્ટેટ રેન્કિંગનું ટાઇટલ જીત્યું; આ ઉરરાંત જયપુરમાં યોજાયેલ ઓલ-ઈન્ડિયા ચેમ્પિયનશિપ સિરીઝમાં અંડર-14 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ પ્રાપ્ત કર્યો. વધુમાં, તેણે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) ડિસ્ટ્રિક્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં પણ ત્રીજું સ્થાન મેળવ્યું.

સ્પીડ સ્કેટિંગમાં, ભક્તિ ખંધારે નેશનલ ઇનલાઇન સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે રાજ્ય સ્તરે 23 અને ‘ખેલ મહાકુંભ’ માં પાંચ મેડલ જીત્યા હતા. સ્કેટબોર્ડિંગમાં, રેયાંશ માશેટ્ટી એ નવેમ્બર 2025માં વડોદરામાં યોજાયોલ ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ એસોસિએશન (GSRSA) ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.

બાસ્કેટબોલમાં, સરથ્યા પટેલ, તક્ષ પટેલ, જલ પટેલ અને ગૌરવ અગ્રવાલને અંડર-19 જુનિયર સ્ટેટ લેવલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. ભાનવી જેસલપુરાએ 2025માં દેહરાદૂન ખાતે યોજાયેલ સબ-જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની અંડર-14 ગર્લ્સ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *