રાજ્યપાલના અધ્યક્ષસ્થાને રેડક્રોસ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Spread the love

ગાંધીનગર

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાની ૨૦૨૪-૨૫ની વાર્ષિક સાધારણ સભાનું ૧૬ એપ્રિલના રોજ લોક ભવન, ગાંધીનગર ખાતે આયોજન ગુજરાતના માનનીય રાજ્યપાલ તેમજ ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી . જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો (IAS) ની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

ચેરમેન અજય પટેલ ના નેતૃત્વ હેઠળ આયોજન, અમલીકરણ, ગુણવત્તા, પારદર્શિતા અને સમાજની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અનેક માનવતાવાદી સત્કાર્યો સફળતાપૂર્વક રેડ ક્રોસના માધ્યમથી અમલમાં મૂકવામાં આવ્યા. જેની વિશેષ નોંધ લઈ ગવર્નરના હસ્તે તેઓને  સન્માનિત કરવામાં આવ્યા.

આ વાર્ષિક સાધારણ સભામાં ગુજરાતની 33 જિલ્લા શાખા તેમજ 97 તાલુકા શાખાના પ્રતિનિધિઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *