સુરતમાં ભાજપનું એકહથ્થું શાસન, 1995 પછી પહેલી વખત સત્તાવાર વિપક્ષ આઉટ

Spread the love

આપના 4 અને કોંગ્રેસની એક બેઠક મળી હોઈ વિપક્ષ માટેની સાત બેઠકનો આંકડો પણ પાર ન થઈ શક્યો

અમદાવાદ

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રૅકોર્ડ તોડી નાખ્યા છે. સતત સાતમી વાર પાલિકામાં ભગવો લહેરાયો છે અને વિપક્ષી છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. આ વખતે સુરતીઓએ પહેલા કમળ અને પછી ખમણના સૂત્રને સાર્થક કર્યું છે.

ભાજપનો વિક્રમી વિજય

ભાજપે 115 બેઠકો, આમ આદમી પાર્ટી (આપ): 04 બેઠકો (27થી ઘટીને 4)

કોંગ્રેસ: 01 બેઠક (લાંબા સમય બાદ એન્ટ્રી) થઈ.

આપના પરાજયના કારણો

ગઈ ચૂંટણીમાં 27 બેઠકો જીતનાર આપ આ વખતે માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગઈ છે. જેની પાછળના મુખ્ય કારણોમાં જીતેલા 14 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતાં લોકોમાં રોષ હતો. આપના નેતાઓ માત્ર સોશિયલ મીડિયા પર વાઘ બન્યા હતા. બેફામ આક્ષેપો અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ સુરતીઓને પસંદ ન આવ્યો.

સોશિયલ મીડિયાનાં વાઘને સુરતીઓનો જાકારો

આપની સભાઓમાં ભીડ જોવા મળતી હતી, પણ ભાજપનું સાયલન્ટ વોટિંગ અને મજબૂત પેઇજ પ્રમુખ મોડલ ભારે પડ્યું. આપના પૂર્વ વિપક્ષી નેતા અને ઉપનેતા પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી.

11 હજાર કરોડના વહીવટ પર ભાજપનું શાસન

નિયમ મુજબ, પાલિકામાં સત્તાવાર વિપક્ષનું પદ મેળવવા માટે ઓછામાં ઓછી 7 બેઠકો હોવી જરૂરી છે. પરંતુ અહીં આપ (4) અને કોંગ્રેસ (1) મળીને પણ આ આંકડો સ્પર્શી શકતા નથી. 1995 પછી ફરી એકવાર સુરત પાલિકા વિપક્ષી નેતાની કેબિન, ગાડી અને ફોન જેવી સુવિધાઓ વિનાની જોવા મળશે. હવે સુરત પાલિકાના અધધ કહી શકાય તેવા 11 હજાર કરોડના વહીવટ પર ભાજપનું એકહથ્થુ શાસન રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *