ભૂજમાં ઓવૈસીના પક્ષના ત્રણ ઉમમેદવાર જીત્યા, કઠલાલમાં સપાના એક ઉમેદવારનો વિજય

Spread the love

અમદાવાદ

ગુજરાતમાં 15 નગર નિગમ, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની 9,000 થી વધુ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત ઓવૈસીની પાર્ટી અને અખિલેશ યાદવની સપાએ પણ પોતાની હાજરી નોંધાવી છે.

ભૂજમાં ઓવૈસીની એઆઈએમઆઈએમના ત્રણ ઉમેદવાર જીત્યા

કચ્છના ભુજમાં વોર્ડ નંબર-1માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ જોરદાર એન્ટ્રી કરી છે. ભુજ નગરપાલિકામાં એઆઈએમઆઈએમના 3 ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનું ખાતું ખુલ્યું

યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ માટે ગુજરાતમાંથી મોટા સમાચાર આવ્યા છે. ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. ગુજરાતના રાજકારણમાં સપાની આ એન્ટ્રીએ વિશ્લેષકોને વિચારતા કરી દીધા છે.

ચૂંટણીના આંકડા પર એક નજર

અત્રે ઉલ્લેખનીય છે કે, 26 એપ્રિલે યોજાયેલા આ મતદાનમાં 4 કરોડ 18 લાખથી વધુ મતદારોએ ભાગ લીધો હતો. જે પૈકી મહાનગર પાલિકા: 49.02% (શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન), નગરપાલિકા: 59.50%, જિલ્લા પંચાયત: 61.69%, તાલુકા પંચાયત: 62.38% (ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઉત્સાહ) મતદાન થયું હતું

વિધાનસભા 2027 માટે લિટમસ ટેસ્ટ

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને જનતાનો મૂડ પારખવા માટેનો લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. ભાજપ માટે આ પરિણામો આત્મવિશ્વાસ વધારનારા છે, જ્યારે વિપક્ષી છાવણીમાં નવી રણનીતિ ઘડવાની જરૂરિયાત જણાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *