વિસાવદર તાલુકા પંચાયતમાં આપનું ઝાડું ફરી વળ્યું, 18માંથી 11 બેઠકો પર વિજય

Spread the love

અમદાવાદ

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયતના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતા વિસાવદરમાં ફરી એકવાર ઝાડુ ફરી વળ્યું છે. તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર રસાકસીભર્યો જંગ ખેલાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ 11 બેઠકો જીતી છે.

સત્તાધારી ભાજપને માત્ર છ બેઠક, કોંગ્રેસાં સુપડાં સાફ

વિસાવદર તાલુકા પંચાયતના આંકડાકીય પરિણામો પર નજર કરીએ તો, કુલ 18 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 11 બેઠકો પર જીત મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની સામે સત્તાધારી ભાજપ માત્ર 06 બેઠકો પર જ અટકી ગઈ હતી, જ્યારે 01 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. મહત્ત્વની વાત એ છે કે, એક સમયે મજબૂત ગણાતી કોંગ્રેસનું અહીં ખાતું પણ ખુલ્યું નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *