ઉત્તર-પશ્ચિમ ભારત, રાજસ્થાન, વિદર્ભ, પૂર્વીય મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીમાં ઘટાડો થશે

નવી દિલ્હી
ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં હવામાન પલટવા જઈ રહ્યું છે. ભીષણ ગરમીનો માર સહન કરી રહેલા ઘણાં રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ અને તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
100 કીમીની ઝડપે પવન ફૂંકાશે
ઉત્તર-પશ્ચિમ ભારત, રાજસ્થાન, વિદર્ભ, પૂર્વીય મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીમાં ઘટાડો થશે. બીજી તરફ, આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વીય અને તેને અડીને આવેલા પૂર્વીય ભારતમાં દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગે ચેતવણી છે કે 28 મે થી 31 મે એટલે કે ચાર દિવસ દરમિયાન, ઉત્તર ભારત, મધ્ય ભારત, પૂર્વીય ભારતમાં તીવ્ર પવન સાથે મધ્યમથી ભીષણ વાવાઝોડું-તોફાન આવવાનું છે. આ દરમિયાન, ઘણી જગ્યાએ 100 કીમીની સ્પીડથી તેજ પવન પણ ફૂંકાશે. પૂર્વોત્તર ભારતની વાત કરીએ તો 28 મે અને એક થી ત્રણ જૂન દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં અને 28 મે તથા 31 મે થી ત્રણ જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં જુદી જુદી જગ્યાઓ પર ભારે વરસાદ થશે.
દક્ષિણ ભારતમાં ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા
દક્ષિણ ભારત માટે હવામાન વિભાગે કહ્યું કે કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણામાં 28 મે થી એક જૂન દરમિયાન, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને પુડુચેરીમાં 31 મે થી એક જૂન દરમિયાન, રાયલસીમામાં 30 થી 31 મે દરમિયાન ગાજવીજ, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે છૂટાછવાયાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કર્ણાટક અને રાયલસીમામાં 28 થી 29 મે દરમિયાન, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, યનમમાં 28-30 મે દરમિયાન, ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં 28-31 મે દરમિયાન, કેરળ, માહેમાં 28 થી 29 મે અને એક થી ત્રણ જૂન દરમિયાન, લક્ષદ્વીપમાં એક થી ત્રણ જૂન દરમિયાન છૂટાછવાયો વરસાદ થવાની શક્યતા છે.
પૂર્વીય ભારતમાં મિનિ વાવાઝોડું
પૂર્વીય ભારત માટે હવામાન વિભાગે કહ્યું છે કે 28 મે થી ત્રણ જૂન દરમિયાન અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહ, 28-29 મેના રોજ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં, ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ છે. 29 મેના રોજ ગંગાના મેદાની વિસ્તારો, 29 મેના રોજ બિહાર, ગાજવીજ સાથે વાવાઝોડું અને 80 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનનું એલર્ટ છે. 29 મેના રોજ ગંગાના મેદાની પશ્ચિમ બંગાળ, 28-31 મે દરમિયાન ઝારખંડ, ઓડિશામાં, 28-30 મે દરમિયાન બિહારમાં ગાજવીજ સાથે વાવાઝોડું જેની સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાક હશે તે આવવાની શક્યતા છે. 29-31 મે દરમિયાન અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં, 28 મેના રોજ ગંગાના મેદાની પશ્ચિમ બંગાળમાં, 29 મેના રોજ બિહારમાં, 28-30 મે દરમિયાન ઓડિશામાં છૂટાછવાયો વરસાદ થશે. 29 મેના રોજ બિહારમાં કરા પડશે.
ઉત્તર પ્રદેશ પર ફરી આફત!
ઉત્તર-પશ્ચિમ ભારતની વાત કરીએ તો, 30 મેના રોજ જમ્મુ કાશ્મીરમાં, 28-29 મેના રોજ હિમાચલ પ્રદેશ, 28-30 મે દરમિયાન ઉત્તરાખંડમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે ભારે વરસાદ થશે. 31 મેના રોજ પૂર્વી યુપીમાં, 31 મે થી બે જૂન સુધી પશ્ચિમ રાજસ્થાનમાં, 31 મે થી ત્રણ જૂન સુધી પૂર્વી રાજસ્થાનમાં ગાજવીજ, વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થશે. 29 મેના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વાવાઝોડું, 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન આવશે.
બીજી તરફ, 28, 29 મેના રોજ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં, 28 મેના રોજ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, 29 મેના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વાવાઝોડું જેની સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક હશે, આવવાની શક્યતા છે. 28 મેના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશમાં, 29 મેના રોજ પશ્ચિમ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વાવાઝોડું આવે તેવી શક્યા છે. જેની સ્પીડ 80 કિમી હશે. પૂર્વી રાજસ્થાનમાં 29 મે અને 30 મેના રોજ આવું હવામાન રહેશે. બીજી તરફ, જમ્મુ કાશ્મીરમાં 28, 29 મે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં 30 મેના રોજ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 29 મે, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 29, 30 મેના રોજ અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ થશે.
