અક્ષય કુમારના નેતૃત્વમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો મહાધમાકો; સૌથી મોટી સ્ટારકાસ્ટ ધરાવતા ટ્રેલરની ચર્ચા

મુંબઈ:
બહુપ્રતિક્ષિત કોમેડી ફિલ્મ વેલકમ ટૂ ધ જંગલનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા અને ફિલ્મપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર મિનિટથી વધુ લાંબા આ ટ્રેલરે માત્ર ફિલ્મની ઝલક જ રજૂ કરી નથી, પરંતુ 34 મુખ્ય કલાકારોની વિશાળ સ્ટારકાસ્ટ સાથે ભારતીય સિનેમામાં એક નવો માઈલસ્ટોન પણ સ્થાપિત કર્યો છે.
અક્ષય કુમાર બન્યા મનોરંજનના કેપ્ટન
ટ્રેલરમાં અક્ષય કુમાર સમગ્ર કથાનકના કેન્દ્રમાં જોવા મળે છે. તેમની સાથે સુનિલ શેટ્ટી અને અરશદ વારસીની જોડી મનોરંજનનો ડોઝ વધારતી જોવા મળે છે. બંને કલાકારો પોતાના હાસ્ય અને અભિનયથી ટ્રેલરમાં ખાસ છાપ છોડે છે.
કોમેડી સ્ટાર્સની ફોજ
ફિલ્મમાં હાસ્યનો મુખ્ય આધાર પરેશ રાવલ, જ્હોની લિવર, રાજપાલ યાદવ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કૃષ્ણા અભિષેક અને કીકુ શારદા જેવા કલાકારો પર જોવા મળે છે. ટ્રેલરમાં તેમની હાજરી દર્શકોને હાસ્યની ગેરંટી આપે છે.
ગ્લેમર અને એક્શનનો તડકો
ફિલ્મમાં રવિના ટંડન, લારા દત્તા, દીશા પટની અને જેકલીન ફર્નાન્ડીઝ ગ્લેમરનો ઉમેરો કરે છે. બીજી તરફ જેકી શ્રોફ એક શક્તિશાળી વિલનના અવતારમાં જોવા મળે છે, જે ફિલ્મના એક્શન અને ડ્રામાને વધુ રસપ્રદ બનાવે છે.
અનુભવી કલાકારોનો જમાવડો
ટ્રેલરમાં ફરિદા જલાલ, આફતાબ શિવદાસાની, શાહીબ હાશ્મી, મુકેશ તિવારી,યશપાલ શર્મા, ઝાકીર હુસેન, પુનિત ઈસ્સાર, ફિરોઝ ખાન અને દલેર મહેંદી જેવા જાણીતા ચહેરાઓ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.
ભારતીય સિનેમાનું સૌથી મોટું સ્ટારકાસ્ટ ટ્રેલર?
ટ્રેલર પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થાય છે કે નિર્માતા Firoz A. Nadiadwala અને દિગ્દર્શક Ahmed Khanએ માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ વિશાળ મનોરંજન વિશ્વ સર્જવાનો પ્રયાસ કર્યો છે. 34 મુખ્ય કલાકારો સાથે રજૂ થયેલા આ ટ્રેલરને ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ સ્ટાર્સ ધરાવતા ટ્રેલર્સમાંનું એક માનવામાં આવી રહ્યું છે, જેના કારણે ફિલ્મ પ્રત્યે દર્શકોની ઉત્સુકતા વધુ વધી છે.
