નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ: પાણીની આવક વધતા જળસપાટી ૧૩૩.૪૭ મીટરે પહોંચી
અમદાવાદ:
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સારી એવી થઈ રહી છે, જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં ૨૧ સે.મી.નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
જળસપાટી અને સંગ્રહના મુખ્ય આંકડાઓ
તારીખ ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સાંજે ૦૫ કલાકના ડેટા મુજબ નર્મદા ડેમની સ્થિતિ નીચે મુજબ છે:
- મહત્તમ સપાટી: ૧૩૮.૬૮ મીટર
- હાલની સપાટી: ૧૩૩.૪૭ મીટર
- ગ્રોસ સ્ટોરેજ: ૭૮૩૬.૭૦ એમસીએમ (MCM)
- ગ્રોસ સ્ટોરેજ ટકાવારી: ૮૨.૮૪%
પાણીની આવક અને જાવક પર નજર
ડેમમાં હાલ પાણીની આવક અને વિતરણની સ્થિતિ સંતોષકારક છે:
- પાણીની આવક: ૩૫,૫૬૩.૦૦ ક્યુસેક
- નદીમાં પાણીની જાવક: ૬૩૮ ક્યુસેક
- કેનાલમાં પાણીની જાવક: ૪,૫૦૩..૦૦ ક્યુસેક
- કુલ જાવક: ૫,૧૪૧.૦૦ ક્યુસેક
છેલ્લા ૨૪ કલાક દરમિયાન ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો ઠલવાતા રાજ્યના નાગરિકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કેનાલ દ્વારા પણ નિયમિત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતો સમયસર પૂરી થઈ શકે.
