દિલ્લીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી: પ્રધાનમંત્રી મોદીના વિઝનને બિરદાવ્યું

Spread the love

ગુજરાત મોડલનો અભ્યાસ અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી

કેવડિયા

એકતા નગર ખાતે દિલ્લી સરકારના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ વરિષ્ઠ અધિકારીઓ સાથે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત મોડલનો અભ્યાસ કરવાનો અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો હતો. મંત્રીએ સરદાર સાહેબના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વના મુક્તકંઠે વખાણ કર્યા હતા.

ઐતિહાસિક સ્મારક અને પ્રધાનમંત્રી મોદીનું દૂરંદેશી વિઝન

મુલાકાત દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કરતા શ્રી પરવેશ વર્માએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘સરદાર’ને ફરીથી જીવંત કરવાનું એક ઐતિહાસિક કાર્ય કર્યું છે. તેમણે સરદાર પટેલના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલના ઇતિહાસને યાદ કરતા જણાવ્યું કે તેઓ ભારતની પ્રથમ સંસદના અધ્યક્ષ રહ્યા હતા અને આજે એ જ ભવનમાં દિલ્હી વિધાનસભાનું સત્ર યોજાય છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે જમ્મુ-કાશ્મીરના સંપૂર્ણ એકીકરણની દિશામાં કલમ 370 નાબૂદ કરવાનું ઐતિહાસિક પગલું પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં જ લેવાયું છે. ગિફ્ટ સિટી (GIFT City), સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રીના અદભુત અને દૂરંદેશી વિઝનની ઝાંખી કરાવે છે.

નર્મદા ડેમ અને આરોગ્ય વનની મુલાકાત

દિલ્લી સરકારના ઉચ્ચ પ્રતિનિધિમંડળે સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ડેમની તકનીકી જાણકારી, સિંચાઈ વ્યવસ્થા અને પૂર નિયંત્રણ વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત, પ્રતિનિધિમંડળે વહેલી સવારે આરોગ્ય વનની મુલાકાત લઈ યોગ ગાર્ડનમાં યોગાભ્યાસનો પણ લાભ લીધો હતો. આ મુલાકાતમાં દિલ્લી સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *