નવી દિલ્હી
એલોન મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની પ્રગતિને લઈને એક મોટો દાવો કર્યો છે. મસ્કના મતે, AI આવતા વર્ષના અંત સુધીમાં અથવા વધુમાં વધુ ૨૦૨૮ સુધીમાં દરેક ક્ષેત્રમાં પારંગત થઈ જશે. મસ્કે આ પ્રતિક્રિયા AI રિસર્ચ ફ્રાંસ્વા ચોલેટે (François Chollet) ની ૨૦૨૧ની એક પોસ્ટ પર આપી છે.
- સમયમર્યાદા: એલોન મસ્કના જણાવ્યા મુજબ, AI ૨૦૨૮ સુધીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રોમાં આગળ નીકળી જશે.
- રિસર્ચની ભવિષ્યવાણી: ૨૦૨૧માં AI રિસર્ચ ફ્રાંસ્વા ચોલેટે જણાવ્યું હતું કે આગામી ૧૦ થી ૨૦ વર્ષમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને આર્કિયોલોજી જેવી વિજ્ઞાનની શાખાઓ પણ કમ્પ્યુટર સાયન્સનો જ હિસ્સો બની જશે.
- મસ્કનું નિવેદન: મસ્કે ચોલેટની આ ટાઈમલાઈનને ખૂબ જ સાવચેતીભરી ગણાવી છે અને કહ્યું છે કે વાસ્તવિક પ્રગતિ આના કરતાં પણ ઘણી ઝડપી છે.
ખાસ નોંધ: જેમ વર્ષ ૨૦૦૦માં કોઈએ વિચાર્યું ન હતું કે તમામ મોટી કંપનીઓ ટેક કંપનીઓ બની જશે, તેવી જ રીતે આજે AI દરેક ક્ષેત્રમાં અનિવાર્ય સાધન બની રહ્યું છે.
