જેકી ચેનની મોતની અફવા: એક્ટર એકદમ સ્વસ્થ, સોશિયલ મીડિયા પર ફેલાઈ ખોટી ખબર

Spread the love

વોશિંગ્ટન

સોશિયલ મીડિયા પર તાજેતરમાં એક્શન સ્ટાર અને માર્શલ આર્ટિસ્ટ જેકી ચેનના નિધનને લઈને એક ચોંકાવનારી અફવા વાયરલ થઈ હતી. કેટલાક યુઝર્સે એક્ટરની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને તેની પર ‘1954-2026’ લખી દીધું હતું, જેના કારણે તેમના ચાહકોમાં ચિંતા અને ભ્રમની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, આ તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે અને 72 વર્ષીય જેકી ચેન બિલકુલ સ્વસ્થ છે અને પોતાના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

આ ફજી ખબર સૌથી પહેલા અમેરિકામાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. એકાઉન્ટ્સ પર જેકી ચેનની તસવીર સાથે તેમની મોતની ખોટી તારીખ વાયરલ થતાં લાખો વ્યૂઝ મળ્યા હતા. જો કે, ફેક્ટ-ચેક અને રિપોર્ટ્સથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ માત્ર એક અફવા છે. જેકી ચેન જીવિત છે અને તે પોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે.

તાજેતરમાં જ, ગત જુલાઈ 2026 માં સિંગાપોરના ‘Pei Chun Public School’ ખાતે એક સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન જેકી ચેન નજરે પડ્યા હતા. ત્યાં તેમણે 900 થી વધુ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી અને પોતાના બાળપણના સંઘર્ષ તથા જીવનના અનુભવો શેર કર્યા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને સખત મહેનત કરવા અને ક્યારેય હાર ન માનવાની પ્રેરણા પણ આપી હતી.

વર્કફ્રન્ટ અને પ્રોજેક્ટ્સ

  • લેટેસ્ટ ફિલ્મ: જેકી ચેન હાલમાં જ ‘Karate Kid: Legends’ માં જોવા મળ્યા હતા.
  • આગામી ફિલ્મ: તેમની આગામી ફિલ્મ ‘Armour of God: Ultimatum’ પર કામ ચાલી રહ્યું છે, જેને 2027 માં રિલીઝ કરવાની યોજના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *