સાચી નવરાત્રી 2026માં જિગરદાન ગઢવીના સૂર પર ઝૂમશે અમદાવાદ

Spread the love

સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસનું ભવ્ય આયોજન; 10 દિવસ સુધી ગરબા, ભક્તિ, સંગીત અને પ્રીમિયમ સુવિધાઓનો સંગમ

અમદાવાદ

નવરાત્રીના પાવન પર્વને ભવ્યતા, ભક્તિ અને પ્રીમિયમ અનુભવ સાથે ઉજવવા માટે સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા ‘સાચી નવરાત્રી 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ન્યૂ સાયન્સ સિટી રોડ ખાતે યોજાનાર આ નવરાત્રી મહોત્સવમાં ગરબા સાથે આધ્યાત્મિકતા, સંગીત, સ્વાદિષ્ટ ભોજન અને આધુનિક સુવિધાઓનો અનોખો સંગમ જોવા મળશે. આ ભવ્ય આયોજન 10 ઑક્ટોબરથી 19 ઑક્ટોબર 2026 દરમિયાન કરવામાં આવશે.

જિગરદાન ગઢવીના સૂર પર ગરબાની રમઝટ

‘સાચી નવરાત્રી 2026’નું સૌથી મોટું આકર્ષણ જાણીતા ગુજરાતી ગાયક અને સિટીના રોકસ્ટાર જિગરદાન ગઢવી રહેશે. નવરાત્રીના 10 દિવસ દરમિયાન જિગરદાન ગઢવી પોતાના લોકપ્રિય અને કર્ણપ્રિય સૂરોથી માં અંબાની આરાધના સાથે ખેલૈયાઓને ગરબે ઝૂમાવશે. તેમના સંગીત અને જીવંત પરફોર્મન્સથી નવરાત્રીના માહોલમાં ઉર્જા અને ઉત્સાહનો સંચાર થશે.

ગરબા પ્રેમીઓ માટે આ આયોજન માત્ર ડાન્સ અને મનોરંજન પૂરતું સીમિત નહીં રહે, પરંતુ પરંપરાગત ગરબાને આધુનિક અને પ્રીમિયમ અનુભવ સાથે માણવાની તક પણ પૂરી પાડશે.

51 શક્તિપીઠ દર્શન બનશે આધ્યાત્મિક આકર્ષણ

‘સાચી નવરાત્રી 2026’માં 51 શક્તિપીઠ દર્શન વિશેષ આકર્ષણ તરીકે રજૂ કરવામાં આવશે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં મા શક્તિના વિવિધ સ્વરૂપો સાથે જોડાયેલા શક્તિપીઠોના દર્શનનો વિશેષ અનુભવ મુલાકાતીઓને કરાવવામાં આવશે. ગરબા સાથે ભક્તિ અને આધ્યાત્મિકતાને જોડતું આ આયોજન મહોત્સવને આગવી ઓળખ આપશે.

સંપૂર્ણ AC ડોમમાં પ્રીમિયમ ગરબાનો અનુભવ

ખેલૈયાઓને આરામદાયક વાતાવરણમાં ગરબા રમવાનો અનુભવ મળે તે માટે વિશાળ સંપૂર્ણ એર-કન્ડિશન્ડ (AC) ગરબા ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રીમિયમ સુવિધાઓથી સજ્જ આ ડોમમાં ગરબા પ્રેમીઓ ગરમી અને હવામાનની ચિંતા વિના મનમુકીને ગરબે ઝૂમી શકશે.

આ ઉપરાંત મુલાકાતીઓ માટે અલગ ફુલ્લી AC ફૂડ ડોમ પણ તૈયાર કરવામાં આવશે. અહીં વિવિધ પ્રકારની વાનગીઓ અને સ્વાદિષ્ટ ફૂડનો આનંદ લઈ શકાશે. આમ, ગરબા સાથે ફૂડ અને મનોરંજનનો સંપૂર્ણ અનુભવ એક જ સ્થળે મળશે.

10 ઑક્ટોબરે પ્રી-નવરાત્રી સેલિબ્રેશન

મુખ્ય નવરાત્રી પર્વ પહેલાં 10 ઑક્ટોબર 2026ના રોજ ખાસ પ્રી-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાથે ‘સાચી નવરાત્રી 2026’ના ભવ્ય મહોત્સવનો પ્રારંભ થશે.

વેલેટ પાર્કિંગની સુવિધા

મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. મહેમાનો માટે વેલેટ પાર્કિંગ, જ્યારે અન્ય મુલાકાતીઓ માટે પ્રી-બુકિંગ આધારિત પાર્કિંગ સ્લોટ્સની સુવિધા ઉપલબ્ધ રહેશે.

‘સાચી નવરાત્રી 2026’નો ઉદ્દેશ માત્ર ગરબાનું આયોજન કરવાનો નથી, પરંતુ ગરબા, ભક્તિ, સંગીત, ફૂડ અને પ્રીમિયમ સુવિધાઓને એક જ સ્થળે લાવીને યાદગાર નવરાત્રી અનુભવ આપવાનો છે. જિગરદાન ગઢવીના સૂર, 51 શક્તિપીઠના દર્શન અને AC ડોમ સાથે અમદાવાદમાં આ નવરાત્રી મહોત્સવ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *