શ્રી મણિકાકા અંડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટ: હીરામાણી સ્કૂલનો પ્રથમ ઇનિંગની લીડના આધારે ફાઇનલ મેચમાં વિજય

Spread the love

સંઘર્ષપૂર્ણ ફાઇનલ ડ્રો રહી, પરંતુ હીરામાણી સ્કૂલના બેટ્સમેનો અને બોલરોના શાનદાર પ્રદર્શનથી ટાઇટલ પર કબજો

અમદાવાદ

અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ દ્વારા આયોજિત શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ (અંડર-14 મલ્ટિડે) ની રોમાંચક ફાઇનલ મેચ હીરામાણી સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ / સેન્ટ કબીર સ્કૂલ વચ્ચે પાયોનિયર-એ, કરાઈ ખાતે રમાઈ હતી. ૨૬ થી ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાયેલી આ મેચમાં હીરામાણી સ્કૂલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા સેન્ટ કબીર સ્કૂલે ૧૨૧.૫ ઓવરમાં તમામ વિકેટે ૧૯૪ રન બનાવ્યા હતા. સેન્ટ કબીર તરફથી અર્નવ દેસાઈએ અતિ ધીરજપૂર્વક બેટિંગ કરતા ૨૬૮ બોલમાં ૯૯ રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તેઓ માત્ર ૧ રનથી સદી ચૂકી ગયા હતા. હીરામાણી સ્કૂલ તરફથી ઘાતક બોલિંગ કરતા વિયાન ચૌધરીએ ૩૩ ઓવરમાં ૩૯ રન આપીને ૪ વિકેટ અને જ્ઞાન પટેલે ૪૫ રન આપી ૩ વિકેટ ઝડપી હતી.

જવાબમાં હીરામાણી સ્કૂલે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં ૧૪૩.૩ ઓવરમાં ૭ વિકેટે ૪૧૫ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. હીરામાણી સ્કૂલ તરફથી કિઆંશ અરોરાએ શાનદાર બેટિંગ કરતા ૨૫૬ બોલમાં ૧૪૫ રન અને જૈનમ વછેટાએ ૨૧૯ બોલમાં ૧૦૦ રનની શાનદાર સદી ફટકારી હતી. આ ઉપરાંત આયાન અગ્રવાલે પણ ૧૩૩ બોલમાં ૪૭ રનનું યોગદાન આપ્યું હતું. સેન્ટ કબીર તરફથી બોલિંગમાં અર્નવ દેસાઈએ ૫૩ ઓવરમાં ૯૩ રન આપી ૩ વિકેટ મેળવી હતી.

મેચ ડ્રો રહી હતી, પરંતુ હીરામાણી સ્કૂલે પ્રથમ ઇનિંગની લીડ મેળવી લીધી હોવાને કારણે વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ સાથે હીરામાણી સ્કૂલે વર્ષ ૨૦૨૬-૨૭ માટેની શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ U-14 મલ્ટિડે ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *