ટામેટામાંથી કમાઈને કરોડપતિ થયેલા ખેડૂતનું સન્માન કરાયું

Spread the love

તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ રેડ્ડીએ છેલ્લા 40 દિવસમાં લગભગ 2 કરોડ રૂપિયાની કમાણી કરતા મુખ્યપ્રધાને સન્માન કર્યું

હૈદ્રાબાદ

દેશમાં ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા શહેરોમાં તેની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક તરફ જ્યાં લોકો મોંઘવારીથી પરેશાન છે તો બીજી તરફ ટામેટાના વધેલા ભાવે તેલંગાણાના એક ખેડૂતને કરોડપતિ બનાવી દીધો છે. તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ રેડ્ડીએ છેલ્લા 40 દિવસમાં લગભગ 2 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મહિપાલ રેડ્ડીએ 8 એકરમાં ટામેટાંની ખેતી કરી હતી.

તેલંગાણાના મેદક જિલ્લાના રહેવાસી મહિપાલ રેડ્ડીએ કહ્યું હતું કે ગયા વર્ષે ભારે નુકસાન સહન કર્યા બાદ આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ ટામેટાં નથી ઉગાડ્યા. પણ તેણે હિંમત કરી અને એપ્રિલના અંતમાં પાકની વાવણી કરી હતી. તેઓ ગરમીથી બચવા માટે શેડ નેટનો ઉપયોગ કરે છે અને જ્યારે મોસમી અછત હોય ત્યારે જૂનના મધ્યમાં લણણી શરૂ કરે છે. મહિપાલનું તેલંગાણાના મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહિપાલ અને તેમની પત્ની તેલંગાણાના મુખ્યમંત્રી દ્વારા સન્માનિત થતા રોમાંચિત થયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે મોડેલ ખેડૂતે રાજ્યને ગૌરવ અપાવ્યું છે અને તે અન્ય લોકો માટે પ્રેરણા છે.

જૂન-જુલાઈમાં ટામેટાંના ભાવમાં ભારે વધારો થવાનું મુખ્ય કારણ આંધ્ર પ્રદેશના મદનપલ્લે અને કર્ણાટકના કોલારમાં પાક પર વાયરલ હુમલો છે, જે લગભગ 10 રાજ્યોમાં ટામેટાંનો સપ્લાય કરતો હતો. વરસાદના કારણે પણ પાકને નુકસાન થયું છે. ખેડૂત મહિપાલ રેડ્ડીનું કહેવું છે કે જો વરસાદ ખલેલ નહી પહોંચાડે તો તે ટામેટાંના વેચાણમાંથી એક કરોડ રૂપિયાનો નફો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *