શેરબજારમાં જોરદાર કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા

Spread the love

પેટાઃ સેન્સેક્સમાં 800 અને નિફ્ટીમાં 238 પોઈન્ટનો ઘટાડો, યુએસ બોન્ડની ઉપજ ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામો પહેલા 16 વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા બજારો તૂટ્યા

મુંબઈ

શેરબજારમાં આજે મોટો ઘટાડો થયો હતો અને જોરદાર વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ ઘટીને 67 હજારની નીચે આવી ગયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 66,728 પોઈન્ટ દિવસની સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. આ સિવાય નિફ્ટી પણ 238 પોઈન્ટ ઘટીને 19,895 પોઈન્ટના નીચા સ્તર પર પહોંચ્યો હતો. આજે સેન્સેક્સ અને નિફ્ટીએ લગભગ 1.25ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

આજે શેરબજારમાં મોટો ઘટાડો થતા સેન્સેક્સ 796 પોઈન્ટના ઘટાડા સાથે જ્યારે નિફ્ટી 231 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સાથે સેન્સેક્સ 66,800 અને નિફ્ટી 19,901ના સ્તરે બંધ થયો હતો. બીએસઈ લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રુપિયા 2.95 લાખ કરોડ ઘટીને રુપિયા 320.04 લાખ કરોડ થયું છે. આજે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા નબળા સેન્ટિમેન્ટના કારણે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. આજે સ્થાનિક બેન્ચમાર્ક ઇન્ડેક્સ નીચા ખુલ્યા હતા કારણકે યુએસ બોન્ડની ઉપજ અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામો પહેલા 16 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી.

આજે બજારમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી હતી ત્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેર જ પોઝિટિવ ટ્રેડ કરતા જોવા મળ્યા હતા જ્યારે 23 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે બેકિંગ સેક્ટરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય જો નિફ્ટીની વાત કરવામાં આવે તો 50 શેરોમાંથી 40 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે 10 શેરો થોડા પોઝિટિવ ટ્રેડ કરી રહ્યા હતા.

ફેડ રિઝર્વની મીટિંગમાં લેવામાં આવેલા ફેંસલાની જાહેરાત પહેલા આજે એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ફોસિસ જેવી મોટી કંપનીઓના શેરમાં જોરદાર વેચવાલીથી ભારતીય શેરબજારમાં કડાકો બોલ્યો હતો, સ્થાનિક શેરબજારમાં ઓલ રાઉન્ડ વેચવાલી જોવા મળી.  

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 796 પોઇન્ટના કડાકા સાથે 66,800.84 પોઇન્ટ, નિફ્ટી 231.9 પોઇન્ટ ઘટીને 19901.40 પોઇન્ટ અને બેંક નિફ્ટી 595.25 પોઇન્ટ ઘટીને 45384.60 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. બજારના ઘટાડા પાછળનું મુખ્ય કારણ બેંક નિફ્ટીમાં ઘટાડો પણ છે. આજના ટ્રેડિંગમાં, બેંક નિફ્ટી એક તબક્કે 703 પોઈન્ટ્સ લપસી ગયો હતો.

માર્કેટ કેપમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને 18 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારનું માર્કેટ કેપ 323 લાખ કરોડ રૂપિયા હતું અને આજે તે ઘટીને 320.66 લાખ કરોડ રૂપિયા પર આવી ગયું છે. આનો અર્થ એ થયો કે આજના ટ્રેડિંગ સેશનમાં અત્યાર સુધીમાં માર્કેટ કેપમાં રૂ. 3 લાખ કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ રીતે આજે ઘટી રહેલા માર્કેટમાં રોકાણકારોના રૂ. 3 લાખ કરોડથી વધુ રૂપિયા સ્વાહા થયા છે.

બજારના ઘટાડાની સ્થિતિ એવી છે કે સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેરોમાં જ લીલી વૃદ્ધિ જોવા મળી રહી છે અને 23 શેરોમાં ઘટાડો છે. એચડીએફસી બેંકમાં સૌથી વધુ 3.90 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ બેંકિંગ દિગ્ગજના ભારે ઘટાડાથી શેરબજાર પણ નીચે ખેંચાઈ ગયું છે કારણ કે તેનું વેઇટેજ વધારે છે. જેએસડબલ્યુ સ્ટીલ 2.56 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.18 ટકા ડાઉન ટ્રેડ થઈ રહી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.80 ટકા અને મારુતિ 1.65 ટકા લપસી ગયા છે. ટાટા સ્ટીલ 1.46 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

કડાકા માટે જવાબદાર કારણો

  • ભારતીય દિગ્ગજ કંપનીઓના શેરોમાં વેચવાલી
  • ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો
  • ગ્લોબલ માર્કેટ
  • એફઆઈઆઈની વેચવાલી

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *