ગાંધીધામમાંથી 800 કરોડનું 80 કિલો ડ્રગ્સ પકડાયું

Spread the love

ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરતાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો, અનેક લોકોની ધરપકડ થવાના ભણકારા

ગાંધીધામ

ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થઈ રહ્યો છે.  અનેક વખત કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના બનાવો સામે આવ્યાં છે. ત્યારે ગુજરાત પોલીસના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ ઝડપાયું છે. (80 કિલો ડ્રગ્સ)કચ્છના ગાંધીધામમાંથી 800 કરોડની કિંમતનું 80 કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.(800 કરોડનું ડ્રગ્સ)ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરતાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ડ્રગ્સ મામલે અનેક લોકોની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યાં છે. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે ફરીવાર કચ્છના દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે.ગત રોજ પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.રાજ્ય સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગાંધીધામની સ્થાનિક પોલીસને અભિનંદન પાઠવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ કચ્છનાં દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સનાં પેકેટ બીએસએફને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવ્યા હતા.ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતનો દરિયો મુખ્ય કેન્દ્ર બની ગયો છે. છેલ્લા 5 વર્ષમાં 35 હજાર કરોડથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં ઝડપાયું છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *