મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ એનએફઓ લોન્ચ કર્યું

Spread the love

(નિફ્ટી200 આલ્ફા 30 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ)

ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ (નિફ્ટી 200 આલ્ફા 30 ટીઆરઆઈને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નિફ્ટી 200 આલ્ફા 30 ઇન્ડેક્સમાં ‘જેન્સેન આલ્ફા’ પર આધારિત તેના પેરેન્ટ નિફ્ટી 200 ઇન્ડેક્સમાંથી પસંદ કરાયેલા 30 લાર્જ કેપ અને મિડકેપ શેરોનો સમાવેશ થાય છે. સ્ટોક્સને તેમના આલ્ફા સ્કોરના આધારે ઇન્ડેક્સમાં વેઈટેડ કરવામાં આવે છે એટલે કે ઉચ્ચ આલ્ફા (આઉટપર્ફોર્મન્સ) ધરાવતા સ્ટોક્સને પોર્ટફોલિયોમાં વધુ વેઇટેજ મળશે.

ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 09 ઓક્ટોબર, 2023ના રોજ ખૂલશે અને 18 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થશે. શ્રીમતી એકતા ગાલા અને શ્રી વિશાલ સિંહ ફંડ મેનેજર્સ છે. એનએફઓ સમયગાળા દરમિયાન અરજીની લઘુત્તમ રકમ રૂ. 5000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં છે. એનએસઈ અને બીએસઈ પર લિસ્ટિંગ ફાળવણીના 5 દિવસમાં કરવામાં આવશે.

સ્માર્ટ બીટા ઇટીએફ એવી મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ એક્ટિવ અને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ બંનેમાંથી શ્રેષ્ઠને જોડવાનો પ્રયત્ન કરશે. સ્માર્ટ બીટા ઇન્ડેક્સ વ્યૂહરચનાઓ આલ્ફા, ઓછી વોલેટિલિટી, ગુણવત્તા વગેરે જેવા પરિબળોને ધ્યાનમાં લે છે અને ચોક્કસ પર્ફોર્મન્સ બિહેવિયર અને રિસ્ક એન્ડ રિટર્ન પ્રોફાઇલને લક્ષ્ય બનાવવા માટે આ પરિબળોના આધારે સ્ટોક પસંદ કરવા અને તેનું વેઇટ નક્કી કરવાનો પ્રયાસ કરે છે. ઇટીએફ આ સ્માર્ટ બીટા સૂચકાંકોમાં રોકાણ કરવા માટે વ્યવસ્થિત નિયમો-આધારિત અને કિફાયતી ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ પ્રદાન કરે છે.

સ્માર્ટ બીટા ઇટીએફ એ વૈશ્વિક સ્તરે ખૂબ જ લોકપ્રિય ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ છે. ફેબ્રુઆરી 2023ના અંતે 1.27 ટ્રિલિયન ડોલરની એસેટ અંડર મેનેજમેન્ટ સાથે 2655 લિસ્ટિંગ સાથે 1281 સ્માર્ટ બીટા ઇક્વિટી ઇટીએફ છે.

નવા એનએફઓ પર ટિપ્પણી કરતાં મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના હેડ-ઇટીએફ પ્રોડક્ટ્સ શ્રી સિદ્ધાર્થ શ્રીવાસ્તવે, હેડ જણાવ્યું હતું કે “મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય રોકાણકારોને અનેક નવીન ઇટીએફ રજૂ કરવામાં અગ્રેસર છે. મિરે એસેટ નિફ્ટી 200 આલ્ફા 30 ઇટીએફ આલ્ફા અને મોમેન્ટમ વ્યૂહરચના મેળવવાનો પ્રયાસ કરશે. પોર્ટફોલિયોમાં 30 લાર્જ અને મિડકેપ સ્ટોક્સનો સમાવેશ થશે, જ્યાં પસંદગી અને વેઇટ ફ્રી ફ્લોટ માર્કેટ કેપને બદલે સ્ટોકના આલ્ફા પર આધારિત છે. અવારનવાર ક્વાર્ટરલી રિબેલેન્સિંગ બજારના વલણો અને પર્ફોર્મિંગ સ્ટોક્સને મેળવવાનો પ્રયત્ન કરશે, તેથી જ લાર્જ અને મિડકેપ સેગમેન્ટ અને સેક્ટર તરફ પોર્ટફોલિયો એક્સપોઝર પરફોર્મન્સ સાયકલના આધારે વિકસિત થશે. ભારત જેવા વિકસતા બજારમાં, આલ્ફા વ્યૂહરચના ઐતિહાસિક રીતે લાંબા ગાળે ખાસ કરીને તેજીના બજારોમાં ઉચ્ચ અસ્થિરતા સાથે પણ સારી કામગીરી બજાવી છે. જો રોકાણકાર તેમની રિસ્ક પ્રોફાઇલનું મૂલ્યાંકન કર્યા પછી મોમેન્ટમ/આલ્ફા વ્યૂહરચના મેળવવા માંગતા હોય તો આ પ્રોડક્ટમાં રોકાણ કરી શકે છે.”

સતત વેચાણ અને પુનઃખરીદી માટે સ્કીમ 23મી ઓક્ટોબર, 2023ના રોજ ફરીથી ખૂલશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *