દક્ષિણ આફ્રિકાનો ઓસ્ટ્રેલિયા સામે 137 રને શાનદાર વિજય

Spread the love

ડીકોકના 106 બોલમાં આઠ બાઉન્ડ્રી, પાંચ સિક્સર સાથે 109 રન, એડન માર્કરામના 43 બોલમાં 56 રન

વર્લ્ડ કપ 2023માં સાઉથ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. આફ્રિકાની ટીમે પ્રથમ મેચમાં શ્રીલંકા સામે મોટી જીત હાંસલ કરી હતી. સાથે જ ઓસ્ટ્રેલિયાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 40.5 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. 

એડન માર્કરમે વધુ એક શાનદાર ઈનિંગ રમતા 43 બોલમાં 56 રન બનાવ્યા. આ તેની વર્લ્ડ કપમાં સતત બીજી ફિફ્ટી છે. આ પહેલા તેણે શ્રીલંકા સામે સૌથી ઝડપી સદી ફટકારી હતી.

સાઉથ આફ્રિકાને 35મી ઓવરમાં 197ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. મેક્સવેલે ક્વિન્ટન ડી કોકને બોલ્ડ કર્યો હતો. ડી કોકે 106 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. 

સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે 90 બોલમાં સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની બીજી સદી હતી. આ પહેલા તેણે શ્રીલંકા સામે 100 રનની ઇનિંગ રમી હતી. ડી કોકે પોતાની સદી છગ્ગા સાથે પૂરી કરી હતી. આ તેની ODI કારકિર્દીની 19મી સદી હતી. 

ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાની ટીમે શાનદાર શરુઆત કરતા વિના વિકેટે સ્કોર 100 રનને પાર કરતા આ સાથે જ ઓપનર ક્વિન્ટન ડી કોકે 51 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી છે. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

સાઉથ આફ્રિકાની બેટિંગ શરુ થઈ છે. કેપ્ટન ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડી કોકે ઇનિંગની શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે બોલિંગની શરુઆત કરી છે.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 108 વનડે મેચ રમાઈ છે. જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 54 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 50 મેચ જીતી છે. આ આંકડા જોતા સાફ થઇ જાય છે કે દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા પર ભારે રહી છે. જો કે વન-ડે વર્લ્ડ કપની મેચોમાં ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા પર હાવી રહી છે. બંને ટીમો વચ્ચે વન-ડે વર્લ્ડ કપમાં 6 વખત ટક્કર થઈ છે. જેમાંથી ઓસ્ટ્રેલિયાએ ત્રણ અને દક્ષિણ આફ્રિકાએ બે મેચમાં જીત મેળવી છે. બંને વચ્ચે એક મેચ ટાઈ પણ થઈ ગઈ છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને 102 રનથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો અને ટીમ ત્રણ બેટ્સમેનોએ સદી પણ ફટકારી હતી. જયારે ઓસ્ટ્રેલિયાની ટીમને તેની પ્રથમ મેચમાં ભારત સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *