વર્લ્ડ કપમાં 17 સિક્સર સાથે રોહિત ટોચ પર

Spread the love

કુસલ મેંડિસ 4 મેચમાં 14 છગ્ગા ફટકારી આ લિસ્ટમાં બીજા નંબરે છે


નવી દિલ્હી
વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી ચાર બેટ્સમેનોએ 10 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા તેમાં સૌથી આગળ છે. રોહિત શર્માએ વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી 17 છગ્ગા ફટકાર્યા છે. તે વન-ડે વર્લ્ડ કપ2023ની સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓની લિસ્ટમાં ટોપ પર છે. આ લિસ્ટમાં બીજો નામ શ્રીલંકાના ખેલાડી કુસલ મેંડિસનો છે.
શ્રીલંકાના વિસ્ફોટક બેટ્સમેન કુસલ મેંડિસે વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી 14 છગ્ગા ફટકાર્યા છે. કુસલ મેંડિસ 4 મેચમાં 14 છગ્ગા ફટકારી આ લિસ્ટમાં બીજા નંબરે છે. સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓની લિસ્ટમાં ન્યુઝીલેન્ડનો બેટ્સમેન ડેરલ મિચેલ ત્રીજા નંબરે છે. ડેરલ મિચેલે વન-ડે વર્લ્ડ કપ2023માં અત્યાર સુધી 11 છગ્ગા ફટકાર્યા છે.
ઓસ્ટ્રેલિયા ટીમનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ આ લિસ્ટમાં સામેલ છે. વોર્નરે અત્યાર સુધી 10 છગ્ગા ફટકાર્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ટીમનો જ બીજો એક ખેલાડી મિચેલ માર્શ પણ આ લિસ્ટમાં સામેલ છે. માર્શે વન-ડે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 9 છગ્ગા ફટકાર્યા છે. તે આ લિસ્ટમાં પાંચમા નંબરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *