મહારાષ્ટ્ર-કર્ણાટકમાં અકસ્માતની ઘટનાઓમાં કુલ 22નાં મોત

Spread the love

ઘણા લોકો ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા


બેંગલુરૂ
આજે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમાં 22 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કર્ણાટકમાં બેંગલુરુ-હૈદરાબાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતની ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર જણાવાઈ રહી છે. અન્ય એક અકસ્માતની ઘટના મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યે બની હતી જેમાં મુંબઈ તરફથી આવી રહેલી બસ 150 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી જેમાં 6 લોકોના મોત થયા છે અને 12 જેટલા લોકો ઘાયલ થયા છે. બસમાં 50 જેટલા મુસાફરો હોવાની માહિતી મળી છે. આ સિવાય ત્રીજી ઘટના બીડ જિલ્લામાં જ અહમદનગર રોડ પર બની હતી જેમાં એક ટ્રકને એમબ્યુલન્સે જોરદાર ટક્કર મારી હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *