
ફુગાવો અને ભૂ-રાજકીય તંગદીલી જેવી પ્રવૃત્તિઓની આર્થિક વૈશ્વિક મંદી છતાં ભારતની આર્થિક વૃદ્ધિ સ્વસ્થ ટ્રેક પર આગેકૂચ ચાલુ રાખશે. 7 ટકાના અંદાજિત વૃદ્ધિદર સાથે ભારત કદની દૃષ્ટિએ વિશ્વમાં પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના અહેવાલમાં જણાવાયું છે. તેથી માત્ર ભારતીય નાગરિકો જ નહીં પરંતુ તેમના ગૃહ વતનમાં તેમના રોકાણનું વિસ્તરણ કરવા માગતા બિન નિવાસી ભારતીયો (એનઆરઆઈ) માટે પણ ભારતમાં રોકાણ એક સલામત વિકલ્પ છે.
પોલિસીબપજાર.કોમના રોકાણ વિભાગના વડા વિવેક જૈનનું કહેવું છે કે, ‘દેશની બહાર સ્થાયી થયા હોય, પરંતુ દેશમાં વિશેષરૂપે તમારી નિવૃત્તિના સમયે નાણાકીય આયોજનને સલામત રાખવા માટે રોકાણ વિકલ્પો તરફ નજર દોડવતા હોય તેવા લોકો માટે અત્યારે ખૂબ જ સારોસમય છે. તેથી,ઉપલબ્ધ વિકલ્પોના વૈવિધ્યમાંથી અહીં કેટલીક યોજનાઓ રજૂ કરવામાં આવી છે, જે અંગે એનઆરઆઈએ તેમની સંપત્તિ વધારવા માટે વિચારવું જોઈએ. એનઆરઆઈઓ માટે એક મૂલ્યવાન યોજના છે, જે ગેરેન્ટેડ રીટર્નનું મહત્વનું ફીચર ધરાવે છે. આ યોજનાનું નામ છે ગેરેન્ટેડ રીટર્ન પ્લાન. આ યોજના હેઠળ રોકાણકાર ખરીદીના સમયે વળતરનો દર લોક કરી શકે છે. આ રીતે તેમની નિવૃત્તિના લક્ષ્યાંકો પૂરા કરવા માટે સલામત રોકાણનો વિકલ્પ શોધનારા માટે આ પ્લાન યોગ્ય છે. વધારામાં આ પ્લાન નિયમો અને શરતોના આધારે એફડી અથવા પીપીએફ જેવા અન્ય રોકાણ વિકલ્પોની સરખામણીમાં ઊંચું 6થી 7.5 ટકા રીટર્ન ઓફર કરે છે. વધુમાં તે એનઆરઆઈ તરીકે ભારતમાં બિન-નીવાસી બાહ્ય ખાતું ધરાવતા લોકોને જીએસટી રીફન્ડ માટે પાત્ર બનાવે છે. તેથી, કર લાભ અને જીવન વીમાની વિશેષતાઓ સાથે સલામત રોકાણ ઈચ્છતા જોખમ ટાળવા માગતા રોકાણકારો માટે ગેરેન્ટેડ રિટર્ન પ્લાન તૈયાર કરાયો છે.’
કેપિટલ ગેરેન્ટી પ્લાન અન્ય એક પોલિસી છે, જે જોખમ વહન કરવાની તમારી મધ્યમ ક્ષમતા હોય ત્યાં સુધી તમને સારું વળતર આપે છે. આ કિસ્સામાં તમારા રોકાણનો એક ભાગ અંદાજે 50થી 60 ટકા ડેટ ફન્ડમાં રોકવામાં આવે છે, જે કોઈપણ જોખમ સામે મૂળ રકમને સુરક્ષિત રાખે છે. બીજીબાજુ બજારની સાનુકૂળ બાજુનો આનંદ માણવા માટે બાકીની રકમનું રોકાણ ઈક્વિટીમાં કરવામાં આવે છે. વીમા અને રોકાણ ઉત્પાદનોના ઉત્કૃષ્ટ મિશ્રણ ઉપરાંત તે નોંધપાત્ર નિવૃત્તિ ભંડોળ એકત્ર કરે છે, કારણ કે તે ટેક્સ-ફ્રી વળતર અને લાભ ઓફર કરે છે. વધારામાં તે વાર્ષિક, માસિક, ત્રિમાસિક ચૂકવણીની સુવિધા પૂરી પાડે છે, જે તેને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. તેથી તમે બજારના લાભો મેળવતા તમારો રોકાણ પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરવામાં મદદરૂપ થાય તેવો કોઈ પ્લાન શોધતા હોવ તો તમારા માટે આ પ્લાન સારો છે.
વિશેષરૂપે આ પ્લાનને મુખ્યત્વે નિવૃત્તિ પ્લાન માનવામાં આવે છે, કારણ કે તે તમારા ભંડોળનું વ્યૂહાત્મક રીતે રોકાણ કરે છે, જે તમને સ્થિર આવક પૂરી પાડે છે. તે વધુમાં રોકાણકારોને ચૂકવણી માટે વિકલ્પો પૂરા પાડે છે, જેમાં વાર્ષિક, માસિક અથવા ત્રિમાસિકનો સમાવેશ થાય છે, જે તેને ખૂબ જ સારા નિવૃત્તિ પ્લાન તરીકે લોકપ્રિય બનાવે છે. વધારામાં, એન્યુઈટી પ્લાન પ્લાનની પસંદગીના આધારે લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 80થી 99 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ છે. તે રોકાણકારોને વિલંબિત અને તાત્કાલિક વાર્ષિક એમ બે વિકલ્પો પણ પૂરા પાડે છે. વિલંબિત પ્લાન હેઠળ પોલિસી ખરીદદાર ચોક્કસ સમય પછી અથવા ભવિષ્યમાં ચોક્કસ તારીખ પછી નિયમિત આવક મેળવી શકે છે અથવા એકીકૃત રકમ મેળવી શકે છે. આમ, રોકાણકાર પૂરક નિવૃત્તિ આવક ઊભી કરી શકે છે. બીજીબાજુ ઈમિડિયેટ એન્યુઈટી પ્લાન એક સીધી યોજના છે, જે તાત્કાલિક પેન્શન મેળવવાની સુવિધા આપે છે.
એન્યુઈટી પ્લાનને એક વિશેષતા વધુ આકર્ષક બનાવે છે, જે મુજબ તે પ્રિન્સિપલ રકમનું રક્ષણ કરે છે અને પોલિસીધારકની મોતના સંજોગોમાં નોમિનીને તે રકમ ચૂકવે છે. અંતે, આ યોજના બીન-કરપાત્ર હોવાથી અને આવક વેરા કાયદા 1961ની કલમો 80સી અને 10 (10ડી) હેઠળ લાભ પૂરા પાડતી હોવાથી નિવૃત્તિ પછીના જીવન માટે આ યોજના એકદમ યોગ્ય છે.
સારાંશ એ છે કે એનઆરઆઈઓ માટે ભારતમાં રોકાણ વિકલ્પોનું મૂલ્યાંકન કરવાનો આ સારો સમય છે, કારણ કે ભારતનો સતત આર્થિક વિકાસ થઈ રહ્યો છે, જે સતત મજબૂત શહેરી વપરાશ અને ખર્ચમાં સતત રિકવરી પ્રેરિત છે. અહીં દર્શાવેલા પ્લાન્સ વર્તમાનમાં ઉપલબ્ધ સૌથી સારા વિકલ્પોમાંના એક છે, કારણ કે તે વળતર અને રક્ષણની સુવિધા પૂરી પાડે છે. જોકે, રોકાણ કરતાં પહેલાં દરેક પ્લાન અને તેના ફીચર્સની ઓનલાઈન તપાસ કરવી સલાહભર્યું છે. ઉપરાંત વહેલા અને લાંબાગાળા માટે રોકાણ પર્યાપ્ત ભંડોળ એકત્ર કરવા સક્ષમ બનાવશે. તેથી, તમને અનુકૂળ હોય તેવા શ્રેષ્ઠ પ્લાનમાં રોકાણ કરો અને માહિતીસભર નિર્ણય માટે શરતો અને નિયમોને જાણો.
