હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં તોરણ મેકિંગ સ્પર્ધા યોજાઈ
હીરામણી હાયર સેકંડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં દિવાળીના તહેવારોને અનુલક્ષીને “તોરણ મેકિંગ સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. સુશોભન કલાને પ્રોત્સાહન આપવા અને ભારતીય સંસ્કૃતિમાં તોરણના મહત્વને ઉજાગર કરવાના હેતુસર આ સ્પર્ધા યોજાઈ હતી.વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને નકામી વસ્તુઓનો કલાત્મક ઉપયોગ કરીને અદભુત તોરણો બનાવ્યા હતા. પેપર કટિંગ, ક્વીલિંગ પેપર, પાંદડા, આભલા, ક્લે (clay) અને…
