શૈક્ષણિક પરિવર્તનમાં ગુજરાત પથદર્શક બનીને ઉભર્યું છે: જયંત ચૌધરી

કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા NSDC-PDEU સેન્ટર ઓફ એક્સલન્સનું લોન્ચિંગ, આ સેન્ટર 40 અભ્યાસક્રમો ઓફર કરશે સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ઓનલાઇન અને હાઇબ્રિડ કોર્સ ઉપલબ્ધ થશે ગાંધીનગર માનનીય કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને પંડિત દીનદયાળ…

ઓમ પ્રકાશ ચૌહાણ અને તેમની ટીમે ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 પ્રો-એમ ઇવેન્ટ જીતી

અમદાવાદ મહુ સ્થિત વ્યાવસાયિક ઓમ પ્રકાશ ચૌહાણ અને તેમની ટીમે ગ્લેડ વન દ્વારા ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 રજૂ કરતી પ્રો-એમ ઇવેન્ટ જીતી. ઓમ પ્રકાશ ચૌહાણની ટીમમાં એમેચ્યોર મનોજ અગ્રવાલ, રાજીવ ટોપનો અને અમિતાભ ટીઓટિયાનો સમાવેશ થાય છે અને તેમણે 23નો સ્કોર નોંધાવ્યો છે. પુણે સ્થિત વ્યાવસાયિક ઉદયન અને તેમની ટીમમાં એમેચ્યોર તમનજોત સંધુ, લોકેન્દ્ર…

નેશનલ ગેમ્સમાં હરિયાણાને હરાવીને ગુજરાત ફાઈનલમાં

દહેરાદૂન ગુજરાત અને ગોવા પછી સતત ત્રીજી નેશનલ ગેમ્સમાં ગુજરાતે હરિયાણાને ૨-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઝીલ દેસાઈએ અંજલી રાઠીને 6-1, 3-6, 7-6 (7-1)થી પરાજય આપ્યો હતો. વૈદેહી ચૌધરીએ અદિતિ રાવતને 6-1, 6-2થી હાર આપી. મહિલા ટીમ સિંગલ્સ સેમિફાઈનલમાં ઝીલે ત્રીજા સેટમાં 5-1થી પાછળ રહ્યા બાદ જોરદાર દેખાવ કરતા ગુજરાત માટે ગૌરવ મેળવ્યું હતું.

પૂર્વમંત્રી ગિરીશ પરમાર ભાજપ અને રાજ્ય સરકારની  આબરૂનું ધોવાણ કરવા નીકળ્યા, નશાબંધી મંડળ,  ગુજરાતના પ્રમુખ જાતે બની બેઠા

અમદાવાદ રાજ્યના નશાના બંધાણી લોકોને નશાના બંધનમાંથી મુક્ત કરાવવાનું કાર્ય કરતી સંસ્થા નશાબંધી મંડળ, ગુજરાતનાં કેટલાંક ટ્રસ્ટીઓ દ્વારા આચરાયેલી ગેરરીતીઓ અને કૌભાંડનાં સંદર્ભમાં ગુજરાત રાજ્યનાં ચેરીટી કમિશનરે તાજેતરમાં વર્તમાન પ્રમુખ વિવેક દેસાઈની તરફેણમાં સીમાચિન્હરૂપ ચુકાદો આપ્યો હતો. ચોંકાવનારી વિગતો એવી છે કે આ ચુકાદાને અવગણીને નશાબંધી મંડળ ગુજરાતનાં પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસનાં અગ્રણી કરસનદાસ સોનેરીએ રાજ્યનાં પૂર્વમંત્રી ગિરીશ પરમારનું શરણું લીધું…

68મી રાષ્ટ્રીય શાળા રમતોમાં ગુજરાતના ચેસના ખેલાડીઓ ઝળક્યા

નાંદેડ નાંદેડ, મહારાષ્ટ્ર ખાતે યોજાયેલી શિક્ષણ અને રમતગમત નિયામક દ્વારા આયોજિત 68મી રાષ્ટ્રીય શાળા રમતો 21.1.2025 થી 24.1.2025 દરમિયાન નાંદેડ, મહારાષ્ટ્ર ખાતે યોજાઈ. કુલ 6 રાઉન્ડ રમાયા. U-14 ગુજરાત ગર્લ્સ ટીમે છઠ્ઠા અને અંતિમ રાઉન્ડમાં મહારાષ્ટ્રની ટીમ સામે ઝળકીને 6 માંથી 5 પોઈન્ટ સાથે “સિલ્વર મેડલ” જીત્યો. સમગ્ર ભારતમાંથી ઓપન કેટેગરીમાં કુલ 33 ટીમો અને…

મેન્સ અંડર-23માં છત્તિસગઢ સામે 183 રને આસાન વિજય સાથે ગુજરાત સેમિફાઈનલમાં

કોલકાતા બીસીસીઆઈની મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી મેચમાં ગુજરાતે છત્તીસગઢ સામે 183 રને આસાન વિજય મેળવ્યો હતો. મેચ કોલકાતાના વીડિયોકોન ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. છત્તીસગઢે ટોસ જીતીને ફિલ્ડીંગ કરતા ગુજરાતને 50 ઓવરમાં નવ વિકેટે 316 રન બનાવ્યા હતા જેના જવાબમાં છત્તિસગઢની ટીમની ઈનિંગ્સ 133 રનમાં સમેટાઈ ગઈ હતી. આ વિજય સાથે ગુજરાતની ટીમ સ્પર્ધાની સેમિફાઈનલ…

ગુજરાત જુનિયર અને યુથ નેશનલ ટીટી ચેમ્પિયનશિપ યોજાશે

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઑફ બરોડા વડોદરા ખાતે યુટીટી 86મી જુનિયર અને યુથ નેશનલ્સ અને ઇન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરશે. આ ચેમ્પિયનશિપ 3જી થી 11મી જાન્યુઆરી દરમિયાન સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાશે. ગુજરાતે વર્ષ 2016માં પણ આ જ સ્થળે વડોદરામાં જુનિયર અને…