‘ટ્રસ્ટ ઈચ્છતું હતું કે ચંપત રાય પદ પર રહે’, મહંત દિનેન્દ્ર દાસે બેઠકની વિગતો આપતા કહ્યું- સોનું-ચાંદી સંપૂર્ણ સુરક્ષિત છે
રામ મંદિરના ચઢાવામાં કથિત હેરાફેરીના વિવાદ વચ્ચે ટ્રસ્ટી મહંત દિનેન્દ્ર દાસે પૂર્વ મહાસચિવ ચંપત રાયનો બચાવ કર્યો; અનિલ મિશ્રા અને ચંપત રાયના રાજીનામા બાદ કૃષ્ણ મોહનને સોંપાઈ વચગાળાની જવાબદારી અયોધ્યા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરી અને હેરાફેરીના મામલાએ હવે એક નવો વળાંક લીધો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર…
