એવીસી મેન્સ કપ-2026 : ઇન્ડોનેશિયા અને બહેરીનની જીત, હવે સેમિફાઇનલમાં ભારત સામે ઇન્ડોનેશિયાનો પડકાર
ઓમાન અને ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવી ઇન્ડોનેશિયા તથા બહેરીન અંતિમ ચારમાં; શનિવારે અમદાવાદમાં ભારત-ઇન્ડોનેશિયા અને કોરિયા-બહેરીન વચ્ચે સેમિફાઇનલ અમદાવાદ:અમદાવાદમાં યોજાઈ રહેલી એવીસી મેન્સ કપ-2026માં શુક્રવારે રમાયેલી પ્રિલિમિનરી તબક્કાની અંતિમ બે મેચો બાદ સેમિફાઇનલનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. પૂલ-બીમાં ઇન્ડોનેશિયાએ ઓમાનને 3-1થી હરાવી અંતિમ ચારમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે પૂલ-એમાં બહેરીને ઓસ્ટ્રેલિયાને પણ 3-1થી પરાજય…
