ઈન્ડોનેશિયામાં ચીનના પ્રોજેક્ટ સામે હજારો લોકો રસ્તા પર

ચીનના પ્રોજેકટના કારણે ઈન્ડોનેશિયાના ટાપુ પર હજારો લોકો વિસ્થાપિત થશે, સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી જકાર્તા ચીન પોતાની વિસ્તારવાદી નીતિઓ માટે અને બીજા દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવવા માટે આખી દુનિયામાં કુખ્યાત થઈ રહ્યુ છે. ચીનની આ નીતિના કારણે ઘણા દેશો દેવાના ભરડામાં આવી ગયા છે. જોકે ખંધા ચીનની ચાલાકી હવે બીજા…

જૂના સંસદ ભવન પર સાંસદોનું ગ્રુપ ફોટો સેશન યોજાયું

સંયુક્ત ફોટોસેશનમાં  ત્રણ અલગ-અલગ ગ્રુપમાં ફોટા પાડવામાં આવ્યા નવી દિલ્હી આજે નવા સંસદભવનમાં વિશેષ સત્રની શરુઆત થતા પહેલા દેશભરના સાંસદો જૂના સંસદભવન પહોંચ્યા હતા જ્યાં સાંસદોનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું. સંયુક્ત ફોટોસેશન માટે વડાપ્રધાન સહિતના રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય સાંસદો આજના સંસદ સત્ર પહેલાં સંયુક્ત ફોટો…

ચીનમાં લાગણી દુભાય તે પ્રકારના કપડા પહેરવાનું ગેરકાયદેસર

આ માટે જેલની અથવા દંડની સજા પણ થશે, ચીનના લોકોની  લાગણી દુભાવે તેવા ભાષણો પણ નહીં કરી શકાય બિજિંગ ચીનની સામ્રાજ્યવાદી સરકાર અજીબો ગરીબ કાયદો લાવવાની પેરવી કરી રહી છે. જેમાં દેશની લાગણી દુભાય તે પ્રકારના કપડા પહેરવાનુ ગેરકાયદેસર રહેશે. આ માટે જેલની અથવા દંડની સજા પણ થશે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ અનુસાર જે કાયદો પ્રસ્તાવિત…

હું છું ત્યાં સુધી ડરવાની જરૂર નથી, કેનેડાના સાંસદનું ખાલિસ્તાનીઓને આશ્વાસન

જગમીતસિંહની પાર્ટીના 24 સાંસદ જે ટ્રુડોને ટેકો આપી રહ્યા હોઈ ટ્રુડો પોતાની ખુરશી બચાવવા માટે ખાલિસ્તાનીઓને બચાવી રહ્યા છે ઓટાવા ભારત અને કેનેડાના સબંધોમાં અભૂતપૂર્વ તણાવ જોવા મળી રહ્યો છે અને તેની પાછળનુ કારણ ખાલિસ્તાની આતંકીઓને પ્રોત્સાહન આપવાની કેનેડાની સરકારની નીતિ છે. હવે જ્યારે કેનેડાના પીએમ ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર…

મહિલા અનામત બીલ પર સપા, જેડીયુ અને આરજેડી આ મામલે વાંધો ઉઠાવી શકે છે

2008માં આ પક્ષોએ મહિલા અનામતમાં સબ-ક્વોટાની અને એસસી,એસટી અને ઓબીસી મહિલાઓને પણ તેમાં અનામતની  માગણી કરી હતી આજે સંસદના વિશેષ સત્રનો બીજો દિવસ છે. આજથી નવા સંસદભવનના શ્રી ગણેશ થયા છે. ત્યારે સંસદના વિશેષ સત્ર વચ્ચે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરીને મળી ગઈ…

વરસાદની આફત વચ્ચે દ.ગુજરાતમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ

રાજ્યના પુર પ્રભાવિત વિસ્તારોમાં શાળા કોલેજોમાં રજા આપી દેવાઈ અમદાવાદ  ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બનતાં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત નિચાણવાળા વિસ્તારમાંથી કુલ 12,444 લોકોને કાઢવામાં આવ્યા છે. તેમજ પાણીમાં ફસાયેલા 617 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. છેલ્લા ત્રણેક દિવસમાં રાજ્યમાં…

વિજય એન્ટનીની 16 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી

મીરા તેના ચેન્નઈ સ્થિત આવાસ પર ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી નવી દિલ્હી કંપોઝર, એક્ટર અને પ્રોડ્યૂસર વિજય એન્ટનીની પુત્રી મીરાનું આજે સવારે મૃત્યુ થઈ ગયું છે. વિજયની 16 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મીરા તેના ચેન્નઈ સ્થિત આવાસ પર ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને એક…

અનંતનાગ એન્કાઉન્ટર સાતમા દિવસે જારી, બે આતંકી છૂપાયાની શંકા

એક આતંકવાદીઓ સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો, ઘટનાસ્થળ પરથી એક અન્ય મૃતદેહ પણ મળી આવ્યો અનંતનાગ અનંતનાગ એન્કાઉન્ટર જેને સૌથી લાંબા એન્કાઉન્ટરમાંથી એક માનવામાં આવે છે. આ એન્કાઉન્ટર આજે સાતમાં દિવસે પણ ચાલુ છે. સુરક્ષા દળોનું માનવું છે કે, એક-બે આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. ગઈ કાલે એક આતંકવાદીઓ સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. …

ગજેન્દ્ર ચૌહાણ રાજા જનક, ગિરિજા શંકર રાવણની ભૂમિકામાં

આઠ અભિનેત્રીઓ રામલીલાના મંચ પર રામાયણના પાત્રને ભજવશે અને 22થી વધુ ફિલ્મી કલાકાર વિભિન્ન પાત્ર ભજવશે નવી દિલ્હી અયોધ્યામાં યોજાનારી રામલીલામાં આ વખતે ફિલ્મી સ્ટાર્સનો જલવો જોવા મળશે. એવું લાગશે કે, રામલીલાનો મંચ નહીં પરંતુ રામાયણ આધારિત ધારાવાહિક જોઈ રહ્યા છો. ખાસ વાત એ છે કે, આઠ અભિનેત્રીઓ રામલીલાના મંચ પર રામાયણના પાત્રને ભજવશે અને…

કેદીઓના બદલે ઈરાનની ફ્રીઝ કરેલી 50000 કરોડન સંપત્તી મુક્ત થશે

સંપત્તિ મુકત થશે તે પછી કેદીઓ અમેરિકાને સોંપવામાં આવશે. હાલમાં આ પ્રોપર્ટીનો હવાલો કતારને આપવામાં આવ્યો છે વોશિંગ્ટન અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે કેદીઓની અદલા બદલી થઈ છે. અમેરિકાના પાંચ નાગરિકોને ઈરાને મુક્ત કર્યા બાદ તેઓ તહેરાનથી રવાના થયા હતા. જોકે ઈરાને કહ્યુ છે કે, અમેરિકાએ ઈરાનની ફ્રીઝ કરી રાખેલી 50000 કરોડ રૂપિયાની સંપત્તિ મુકત…

જૂના સ્થાનની ગરિમા ઓછી ન થવી જોઈએ, હવે તેને સંવિધાન સદન નામેથી ઓળખાશેઃ મોદી

વડાપ્રધાન મોદીએ જૂના બિલ્ડિંગના વિદાય સમારોહ પર સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યું નવી દિલ્હી સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરુ થશે. આ પહેલા જૂના સંસદભવન પાસે તમામ સાંસદોનું ફોટોસેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણની નકલ સાથે નવી ઇમારતમાં પહોંચશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ જૂના બિલ્ડિંગના વિદાય…

ભારતની વળતી કાર્યવાહી, કેનેડાના રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડવા આદેશ

ભારતે કેનેડા પર ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો નવી દિલ્હી કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હટાવ્યા હતા, ત્યારે હવે કેનેડાની આ કાર્યવાહીના જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. સુત્રોના રિપોર્ટ અનુસાર ભારત સરકારે કેનેડાના હાઈ કમિશનરને સવારે બોલાવવામાં…

સાંસદોના ફોટો સેશનમાં નરહરિ અમીન બેહોશ થઈ ગયા

જો કે થોડા સમય બાદ ગુજરાતના રાજ્યસભાના સાંસદની તબિયતમાં સુધારો થયો હતો અને તેઓ ફરીથી ફોટો સેશનમાં જોડાયા હતા નવી દિલ્હી આજે નવા સંસદભવનમાં વિશેષ સત્રની શરુઆત થતા પહેલા દેશભરના સાંસદો જૂના સંસદભવન પહોંચ્યા હતા જ્યાં સાંસદોનું ફોટો સેશન ચાલી રહ્યું હતું ત્યારે ગુજરાતના ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અચાનક બહોશ થઈ ગયા હતા, જો…

જાન્યુઆરીથી જૂનના ગાળામાં ભારતીયો દ્વારા 30 લાખ વિઝાની અરજી

કોવિડ અગાઉ 2019માં આખા વર્ષમાં ભારતીયોએ લગભગ 60 લાખ વિઝા અરજીઓ કરી હતી નવી દિલ્હી વિઝા એપ્લિકેશન કરવામાં ભારતીયો આ વખતે નવો રેકોર્ડ બનાવશે ભારતીયો અત્યારે મોટી સંખ્યામાં વિઝાની અરજીઓ કરી રહ્યા છે. જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનાનો રેકોર્ડ જોવામાં આવે તો આ ગાળામાં ભારતીયોએ જુદા જુદા દેશો માટે લગભગ 30 લાખથી વધુ વિઝા અરજીઓ…

અનંતનાગમાં સેના સાથેની અથડામણમાં આતંકી ઉઝૈર ઠાર

અનંતનાગમાં ચાલી રહેલું એન્કાઉન્ટર પુરું, સેનાએ પોતાનું ફોકસ સર્ચ ઓપરેશન પર લગાવી દીધું અનંતનાગ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ લશ્કર-એ-તૈયબાનો આતંકી ઉઝૈર ખાનને ઠાર કર્યો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે, અનંતનાગમાં આતંકવાદી ઉઝૈર માર્યો ગયો છે. એક મૃતદેહને શોધવામાં આવી રહ્યો છે જે આતંકવાદીનો હોઈ શકે છે….

ભારત પર કેનેડાના આરોપથી ઓસ્ટ્રેલિયા પણ ચિંતિત

ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે તમામ દેશોએ એક બીજાની સાર્વભૌમત્વ અને કાયદાના શાસનનું સન્માન કરવું જોઈએ સિડની ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાના વિવાદમાં અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાની પ્રતિક્રિયા આવી છે અને કહ્યું છે કે તે કેનેડાના ભારત પરના આરોપોથી ચિંતિત છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતની સંડોવણીનો…

28 સપ્ટેમ્બર પહેલા ફિટ નહીં હોય તો અક્ષર ટીમમાંથી બહાર થશે

અક્ષર 28 સેપ્ટેમ્બર સુધી પોતાની ફિટનેસ સાબિત કરવામાં અસફળ થાય છે તો તે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમથી બહાર થઈ શકે છે નવી દિલ્હી બીસીસીઆઈએ વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી ચુકી છે. જો કે બીસીસીઆઈ પાસે 28 સેપ્ટેમ્બર સુધી ટીમમાં ફેરફાર કરવાનો મોકો છે. આ દરમિયાન ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ પર વર્લ્ડ…

સસેક્સના કેપ્ટન ચેતેશ્વર પૂજારાને સસ્પેન્ડ કરવામાં આવ્યો

સસેક્સને એક સિઝનમાં ચાર ચાર નિશ્ચિત પેનલ્ટી મળવાના પરિણામે આ દંડ ફટકારાતા પૂજારાને સજા થઈ સસેક્સ સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 12 પોઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેના પરિણામે ટીમના કેપ્ટન ચેતેશ્વર પૂજારાને એક મેચના સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે. સસેક્સને એક સિઝનમાં ચાર ચાર નિશ્ચિત પેનલ્ટી મળવાના પરિણામે આ દંડ ફટકારવામાં આવ્યો છે….

નિજ્જર હત્યામાં ષડયંત્રના કેનેડાના આક્ષેપો ભારતે ફગાવ્યા

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કેનેડામાં થયેલી હિંસામાં ભારત કોઈ પણ રીતે સામેલ નથી નવી દિલ્હી ભારત અને કેનેડાના સંબંધમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. કેનેડા દ્વારા ભારત પર નિજ્જર હત્યા કેસ મામલે ષડયંત્રના આરોપ લાગવામાં આવ્યા હતા. એવામાં હવે આ મામલે ભારતે પણ પલટ વાર કરતા કેનેડાને જવાબ આપ્યો છે. ભારતે કેનેડાના પીએમ જસ્ટિન…

महिला आरक्षण बिल को केंद्रीय कैबिनेट की मंजूरी, संसद के विशेष सत्र के बीच मोदी सरकार का बड़ा फैसला

नई दिल्‍ली प्रधानमंत्री नरेंद्र मोदी की अध्‍यक्षता में सोमवार को केंद्रीय मंत्रिमंडल की बैठक हुई। इसमें बड़ा फैसला लिया गया। केंद्रीय कैबिनेट ने महिला आरक्षण बिल को मंजूरी दे दी है। बीते कुछ दिनों से महिला आरक्षण सहित कई विधेयकों की चर्चा जोरों पर है। सोमवार को लोकसभा में प्रधानमंत्री नरेंद्र मोदी के भाषण के…