સેન્સેક્સમાં 595 અને નિફ્ટીમાં 181 પોઈન્ટનો વધારો નોંધાયો
રોકાણકારોની જોરદાર ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં અદભૂત ઉછાળો મુંબઈભારતીય શેર બજારમાં આજે શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો, આજે ખુલતા માર્કેટની સાથે જ તમામ ઇન્ડેક્સ તેજી સાથે ખુલ્યા અને કારોબારી દિવસના અંતે તેજી સાથે બંધ થયા હતા. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.92 ટકા ચઢીને 594.91 પૉઇન્ટ ઉછળ્યો હતો, અને 64,958.69ના સ્તરે બંધ…
