રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સરક્યુલર પોલિમર્સ માટે કેમિકલ રિસાઈક્લિંગનો ઉપયોગ કરનારી ભારતની પહેલી કંપની

આ નવું સંશોધન ભારતમાં પ્લાસ્ટિક કચરો ઘટાડીને સરક્યુલર ઈકોનોમીને સહાયરૂપ થવામાં કંપનીની વચનબદ્ધતાની સાક્ષી પૂરે છે જામનગર વિશ્વના સૌથી મોટા અત્યાધુનિક રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ સંકુલની ઓપરેટર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પ્લાસ્ટિકના કચરા-આધારિત પાયરોલિસિસ ઓઈલનું ઈન્ટરનેશનલ સસ્ટેઈનિબિલિટી એન્ડ કાર્બન સર્ટિફિકેશન (ISCC)- પ્લસ સર્ટિફાઈડ સરક્યુલર પોલિમર્સમાં રાસાયણિક રિસાઈક્લિંગ કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. આ નવું સંશોધન…

હયાત નથી તે મહિલાનો નકલી કરારથી બાંગ્લાદેશીઓએ પાસપોર્ટ બનાવી લીધો

આ કેસમાં અત્યાર સુધીમાં 20 બાંગ્લાદેશી ઘૂસણખોરો અને તેમના 2 ભારતીય મદદગારોની ધરપકડ કરવામાં આવી પૂણેઆ રમત પાછળ એક મોટું રેકેટ કામ કરી રહ્યું હોય તેવું લાગે છે. આ રેકેટ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભારતમાં લાવે છે અને તેમને ભારતીય ઓળખ આપીને આરબ દેશોમાં જવા માટે મદદ કરે છે. બદલામાં, ઘૂસણખોરો પાસેથી 7 લાખ રૂપિયા સુધીની રકમ…

સા.આફ્રિકા સામેની હાર બાદ ભારત ટેસ્ટ રેન્કિંગમાં 5મા સ્થાને

સાઉથ આફ્રિકાની ટીમ 8મા સ્થાનેથી નંબર વન પર પહોંચી ગઈ નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમને સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં 32 રને હરાવી હતી 2 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી. આ ટેસ્ટ મેચ પહેલા ભારત ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં નંબર વન પર હતું. આ હાર પછી ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ…

સરકારે 9 ક્રિપ્ટો એક્સચેન્જને શૉ કોઝ નોટિસ ફટકારી

આઈટી મિનિસ્ટ્રીને સ્થાનિક મની લોન્ડરિંગ કાયદાનું પાલન કર્યા વિના દેશમાં ગેરકાયદે રીતે ચાલતા આ પ્લેટફોર્મના યુઆરએલ બ્લોક કરવા કહેવાયું નવી દિલ્હીભારતીય નાણા મંત્રાલય એ ક્રિપ્ટો એક્સચેન્જ ઓપરેટર બિનાન્સ સહિત 9 ઓફશોર વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઈડર્સને શૉ કોઝ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત આઈટી મિનિસ્ટ્રીને પણ કહ્યું છે કે સ્થાનિક મની લોન્ડરિંગ કાયદાનું પાલન કર્યા…

પાંચ કિ.મી ચાલીને હોસ્પિટલ પહોંચેલી ગર્ભવતીએ 4 બાળકને જન્મ આપ્યો

28 વર્ષીય મહિલાએ જણાવ્યું કે તેણે 18 ડિસેમ્બરે બે પુત્રીઓ ટિયા અને લિન, બે પુત્ર યાસર અને મોહમ્મદને જન્મ આપ્યો છે જેરુસલેમયુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન વિસ્તારના ઉત્તરમાં એક ગર્ભવતી મહિલાએ 4 બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલા લગભગ 5 કિલોમીટર સુધી પગપાળા ચાલીને હોસ્પિટલ પહોંચી અને સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો. રિપોર્ટ અનુસાર ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ…

કર્ણાટકના એક મકાનમાંથી પરિવારના પાંચ લોકોના કંકાલ મળ્યા

પરિવાર સંપૂર્ણપણે એકાંત જીવન જીવતો હતો અને તમામ લોકો છેલ્લે જુલાઈ 2019ની આસપાસ જોવા મળ્યા હતા બેંગલુરૂકર્ણાટકના ચિત્રદૂર્ગ જિલ્લામાં એક જર્જરિત મકાનમાંથી એક જ પરિવારના 5 લોકોના માનવ કંકાલ મળી આવ્યા હતા, પોલીસના જણાવ્યા અનુસાર પરિવારના લોકો ગંભીર બીમારીથી પીડાતા હતા. તમામ છેલ્લે 2019માં જોવા મળ્યા હતા.આ અંગે સંબંધીઓએ પોલીસને આપેલા નિવેદન મુજબ પરિવાર સંપૂર્ણપણે…

ન્યૂયોર્ક ટાઈમ્સે માઈક્રોસોફ્ટ પર કેસ દાખલ કર્યો

ઓપનએઆઈ સામે અમેરિકામાં પહેલીવાર એક મોટા અખબારે આ કોપીરાઇટ કેસ દાખલ કર્યો વોશિંગ્ટનઅમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) મોડેલ ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઈ અને તેની 49 ટકાની ભાગીદારી ધરાવતી માઈક્રોસોફ્ટ કંપની પર કેસ દાખલ કર્યો છે. બંને પર આરોપ મૂકાયો છે કે તેમણે અખબારોના લાખો સમાચાર અને લેખનો મફત ઉપયોગ કરી તેમના એઆઈ ચેટબોટ…

ભારતે પેલેસ્ટિની શરણાર્થીઓ માટે 20 કરોડ રૂપિયા આપ્યા

ભારતે આ રકમ સંયુક્ત રાષ્ટ્ર વતી પેલેસ્ટિની શરણાર્થીઓના રાહત અને કલ્યાણ માટે ચલાવાઈ રહેલા કામકાજ માટે આપી નવી દિલ્હીગાઝા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધ દરમિયાન ભારતે પેલેસ્ટિની નાગરિકોની મદદ માટે 25 લાખ ડૉલર (આશરે 20 કરોડ) રૂપિયા આપ્યા છે. આ ભારત વતી અપાતી 50 લાખ ડૉલરની વાર્ષિક મદદની અડધી રકમ છે.ભારત આ રકમ સંયુક્ત રાષ્ટ્ર વતી…

મૈને રાજ્યએ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા

મૈને એ બીજું રાજ્ય છે જેણે અમેરિકી કેપિટોલ પરના હુમલામાં ટ્રમ્પની કથિત ભૂમિકા બદલ તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો વોશિંગ્ટનકોલોરાડો બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મૈને રાજ્યમાં પણ મોટો ઝટકો લાગ્યો છે. મૈનેના ટોચના ચૂંટણી અધિકારીએ આગામી વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રાજ્યના પ્રાયમરી બેલેટથી અયોગ્ય જાહેર કરી દીધા છે.મૈને…

ધુમ્મસને લીધે ઉ.ભારતમાં ટ્રેન અને વિમાન સેવાને અસર

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે નવી દિલ્હીદિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કેર હજુ પણ યથાવત છે જેના પગલે આજે પણ ઘણી ટ્રેન મોડી દોડી રહી છે તેમજ અનેક ફ્લાઈટ્સમાં ડાયવર્ટ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગાઢ…

નીરવ મોદી કૌભાંડમાં ખુલાસા કરનારા નીના સિંહ સીઆઈએસએફના નવા ડીજી

સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થનારા નીના સિંહ પ્રથમ આઈપીએસ મહિલા અધિકારી બન્યાં નવી દિલ્હીપહેલીવાર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ની કમાન એક દમદાર મહિલા અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસ વિભાગ સહિત અનેક તપાસ એજન્સીઓમાં મહત્વના પદો પર રહી ચૂકેલા નીના સિંહને હવે સીઆઈએસએફના નવા ડાયરેક્ટર જનરલ (ડીજી) બનાવવામાં આવ્યા છે. રાજસ્થાન કેડરના 1989 બેચના આઈપીએસ…

સરેમાં હિંદુ ઉદ્યોગપતિના ઘર પર 11 રાઉન્ડ ગોળીબાર

હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, ગત મહિને ખાલિસ્તાની સમર્થકોએ લક્ષ્મી નારાયણ મંદિરમાં હિન્દુઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો ટોરેન્ટોકેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક અગ્રણી હિન્દુ ઉદ્યોગપતિના ઘરે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. અહેવાલ અનુસાર આ ઘટના 27 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે બની હતી. સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)ના નિવેદન અનુસાર જે બિઝનેસમેનના ઘરે ગોળીબાર થયો…

અંબાતી રાયડૂ જગમોહનના વાયએસઆરમાં જોડાઈ ગયો

37 વર્ષીય પૂર્વ ક્રિકેટરે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની પાર્ટી વાયએસઆરમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો અમરાવતીભારતીય ટીમની પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુ રાજકારણની પીચ પર એન્ટ્રી કરતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરમાં જોડાઈ ગયા છે.37 વર્ષીય પૂર્વ ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની…

કેન્દ્રએ ભંગાર વેચીને 1163 કરોડની કમાણી કરી લીધી

કેન્દ્ર સરકારે ભંગાર ફાઈલો, ખવાઈ ગયેલા ઓફિસના સાધનો અને જૂના વાહનો વેચીને ચંદ્રયાન-3 જેવા બે મિશનની કિંમત જેટલી રકમ એકત્ર કરી લીધી નવી દિલ્હીભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થતા સફળ થયું હતું. ચંદ્રયાન-3નું લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું અને તે સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં ભારત…

ભારત-ફિલિપાઈન્સ નૌસેનાની ક્વાયતથી ચીન ભડક્યું

ચીનની સલાહ, વિવિધ દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને લીધે ત્રીજા દેશોના હિત અને ક્ષેત્રીય શાંતિને નુકસાન ન થવું જોઈએ બેઈજિંગવિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ભારત અને ફિલિપાઈન્સની નેવીના સૈન્ય અભ્યાસથી ચીનના પેટમાં તેલ રેડાયું હતું. આ અંગે નારાજ ચીને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે વિવિધ દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને લીધે ત્રીજા દેશોના હિત અને ક્ષેત્રીય…

દેશમાં 225 દિવસ બાદ ચોવિસ કલાકમાં કોરોનાના સૌથી વધુ 797 કેસ

કોરોનાગ્રસ્ત પાંચ દર્દીનાં મોત થયા, જેમાંથી કેરળમાં 2 અને મહારાષ્ટ્ર, પુડુચેરી, તમિલનાડુમાં 1-1નું મોત નિપજ્યું નવી દિલ્હીદેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 28 ડિસેમ્બર સુધીમાં નવા વેરિયન્ટ જેએન.1ના કુલ 145 કેસો સામે આવી ચુક્યા છે. બીજીતરફ કોરોના કેસો વધતા આરોગ્ય મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે અને લોકોને ભીડથી દૂર…

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના ચકલામાં કાર્યકરોના સંમેલન તથા એક રેલીને સંબોધતાં લોકસભા માટે ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો નવી દિલ્હીલોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. પીએમ મોદીને હરાવવા માટે 28 દળો દ્વારા રચાયેલા ઈન્ડિયા ગઠબંધનમાં અત્યાર સુધી સીટ વહેંચણી મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી થતી દેખાઈ નથી….

રામમંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખડગે, સોનિયા, રાહુલની હાજરી પર કોંગ્રેસે નિર્ણય નથી લીધો

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે અયોધ્યા જવાના પ્રશ્ન પર ટ્રસ્ટના આમંત્રણ માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, તે 22 જાન્યુઆરીએ ખબર પડી જશે અયોધ્યાઅયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. સાથે ત્રણ હજાર વીવીઆઈપીને…

ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે પોઈન્ટ કપાયા

ટાર્ગેટથી બે ઓછી ઓવર પાછળ રહ્યા બાદ આ સજા આપવામાં આવી હતી સેન્ચુરિયનસેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામેની કારમી હાર બાદ આઈસીસીએ ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. સ્લો ઓવર રેટના કારણે ટીમ ઈન્ડિયા પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે નિર્ધારિત સમય કરતાં બે ઓવર ઓછી બોલિંગ કરવા બદલ રોહિત શર્માની ટીમના બે મહત્વપૂર્ણ…

રામમંદિર-અબુધાબી મંદુરના ઉદ્ઘાટન બાદ ચૂંટણી થશેઃ શશી થરૂર

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રામ મંદિરને લઈને ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા નવી દિલ્હીઅયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયા બાદ હવે 2024ની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેને લઈને રાજકારણ ગરમાયું છે અને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ મુદે એકબીજાને ઘેરી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે…