જી20 માટે મૂકાયેલા ફૂલનાં કુંડાની ચોરી, પોસ્ટર્સ ફાટ્યા

સીસીટીવી કેમેરામાં કાર પર આ ફૂલના કુંડાઓ મૂક્યાનું જોવામાં આવ્યું નવી દિલ્હીનવી દિલ્હીમાં જી20 સમિટ માટેની તૈયારીઓ ચાલી રહી છે. તમામ મુખ્ય રસ્તાઓ પર ડેકોરેશન માટે રાખવામાં આવેલા ફૂલ કુંડાની ચોરી થઈ રહી છે. રાત્રીના સમયમાં આ સણગારેલા કુંડાઓ ગાયબ થઈ રહ્યા છે. આ સિવાય સ્માર્ટ ટોયલેટ બ્લોકની બહાર સ્થાપિત જી20ના બેનરો-પોસ્ટરો પણ બ્લેડથી ફાડી…

વન-ડેમાં સૌથી ઝડપી 19 સદી ફટકારવાનો બાબર આઝમનો રેકોર્ડ

બાબર એશિયા કપમાં વનડે ફોર્મેટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર પાકિસ્તાની બેટ્સમેન પણ બની ગયો કરાંચીએશિયા કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા, નેપાળ સામેની ઐતિહાસિક જીત દરમિયાન બાબરે 131 બોલમાં 151 રન બનાવ્યા હતા, તેની ઈનિંગમાં તેણે 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. બાબરની વનડેમાં આ 19મી સદી હતી. આ…

ડ્રાઈવરે તેની રિક્ષાને આકર્ષક મિની-ગાર્ડનમાં બદલી નાખી

ઉપયોગિતાવાદી વાહનને મોબાઈલ ઓએસિસમાં પરિવર્તિત કરવામાં ડ્રાઈવરની સર્જનાત્મકતા દર્શાવે છે ચેન્નાઈસોશ્યલ મીડિયા પર ઘણી વખત નવી અને ક્રિએટીવ વસ્તુઓ જોવા મળતી હોય છે. જે ક્યારેક લોકોને કંઈક સારું કરવાની પ્રેરણા આપે છે. એક ઓટો ડ્રાઈવરનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ડ્રાઈવરે ઓટો-રિક્ષાના ઈન્ટિરિયરને એક…

બરેલીની મિશનરી શાળામાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપી નખાઈ

મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્કૂલ મેનેજમેન્ટથી માફી મંગાવવામાં આવી બરેલીઉત્તર પ્રદેશના બરેલીની એક મિશનરી સ્કૂલમાં વિદ્યાર્થીઓના હાથમાંથી રાખડી કાપી નાખવાનો મામલો સામે આવ્યો છે. ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓ અને હિન્દુ સંગઠનોએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. હિંદુ સંગઠનોએ સ્કૂલ પર ધાર્મિક લાગણીઓને દુભાવવાનો આરોપ લગાવ્યો છે.મળેલા અહેવાલો અનુસાર મામલો બરેલીના અમલા…

કિરણ પટેલને આજીવન કેદ થાય એવી 467મી કલમ તપાસ એજન્સીએ દૂર કરી

ધારા 467 હેઠળના ગુનાને દૂર કર્યા બાદ આરોપી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા બાકીના ગુનામાં માત્ર 7 વર્ષની સુધીની સજાની જોગવાઈ છે શ્રીનગરશ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે મહાઠગ કિરણ પટેલની જામીન આપતા નોંધ્યું હતું કે ચાર્જશીટના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે આઈપીસી ધારા 467 હેઠળના ગુનો કે જેમાં આજીવન કેદની સજા છે તેને તપાસ એંજન્સી દ્વારા…

નેપાળ સામેની મેચમાં પાક. બોલર શાહિન આફ્રિદીને ઈજા થઈ

નેપાળ સામે રમાયેલી મેચમાં શાહીને 5 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 27 રન આપીને 2 વિકેટ લીધા બાદ ઈજાને લીધે બહાર ચાલ્યો ગયો હતો કરાંચીએશિયા કપ 2023ની શરૂઆત ગઈકાલે થઇ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી, જેમાં પાકિસ્તાને જીત મેળવી હતી પરંતુ 2 સપ્ટેમ્બરે ભારત સામે રમાનાર મોટી મેચ પહેલા પાકિસ્તાન…

અદાણીના શેરમાં ચીન-સાઉદીના નાગરિકે ગેરરીતિ કર્યાનો આરોપ

તપાસમાં ઓછામાં ઓછા બે કેસ પકડાયા હતા જ્યાં અનામી રોકાણકારોએ ઓફશ્યોર સ્ટ્રક્ચરના માધ્યમથી અદાણી ગ્રૂપના સ્ટોકને ખરીદયા અને વેચ્યા હતા નવી દિલ્હીહિંડેનબર્ગ બાદ હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) નામની એક ગ્લોબલ સંસ્થાએ ગૌતમ અદાણીના ગ્રૂપ પર ગોટાળા કરવાનો મોટો આરોપ મૂક્યો છે. ઓસીસીઆરપીના રિપોર્ટ અનુસાર પ્રમોટર પરિવારના બિઝનેસ પાર્ટનર્સે મોરેશિયસ સ્થિત ‘બેનામી’…

સેન્સેક્સમાં 256 અને નિફ્ટીમાં 94 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

અદાણી ગ્રૂપ પર ઓસીસીઆરપીના અહેવાલ બાદ અદાણીના તમામ શેરો ઘટ્યા હતા, જેની અસર બજાર પર પણ જોવા મળી મુંબઈઓગસ્ટ સિરીઝ એક્સપાયરી પર માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી. 3 દિવસની તેજી પછી બજાર ઘટાડા પર બંધ થયું. મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સ વધીને બંધ થયા હતા જ્યારે પીએસઈ, એનર્જી, મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી રહી હતી ત્યારે બેન્કિંગ,…

ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાનો આત્મહત્યાનો પ્રયાસ

રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ છેતરપિંડીનો આરોપ લગાવતા કેસ કરતા નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ હિસારહરિયાણાના હિસારમાં રહેતી ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ…

નોર્થ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલના સુરક્ષિત ચાર્જ માટે ચાર્જ લાગશે

ઉત્તર મધ્ય રેલ્વે પ્રથમ તબક્કામાં 22 કિઓસ્ક મશીનો સ્થાપિત કરશે, મોબાઇલ ચાર્જ કરવા માટે 10 રૂપિયા ચૂકવવા પડશે નવી દિલ્હીઅત્યાર સુધી રેલવે સ્ટેશન પર મુસાફરો તેમના મોબાઈલ ફોન ફ્રીમાં ચાર્જ કરતા હતા. એક વીજ બોર્ડમાં ઘણી જગ્યાએ એકસાથે ડઝનેક મોબાઈલ ચાર્જ થાય છે. આ રેલવેની ફ્રી પેસેન્જર સુવિધાઓમાંથી એક છે. હવે રેલ્વે કિઓસ્ક મશીનો દ્વારા…

પ્રયાગરાજના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટમાં 2025નો કુંભ પડકારજનક

ગત કુંભમાં 24 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા, તો આ વર્ષે બે ઘણા એટલે કે 48 કરોડ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે નવી દિલ્હીરેલવે મંત્રાલય દેશભરમાં 508 રેલવે સ્ટેશનને ડેવલપ કરી રહી છે. આ તમામ સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલા છે. મુસાફરોને ટ્રેન પકડવામાં મુશ્કેલી ન પડે અને તેમને વધુમાં વધુ સુવિધા મળે તે…

ભારતીય મૂળના ક્રિકેટર તનવીર સંઘા ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ટીમમાં સામેલ

તનવીરે તેની ડેબ્યુ મેચમાં દક્ષિણ આફ્રિકા સામેની ટી20માં ચાર ઓવરમાં માત્ર 31 રન આપીને 4 વિકેટ ઝડપી હતી ડરબનવર્લ્ડ કપ 2023 માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત-પાકિસ્તાનની ટીમો એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ રમી રહી છે. તે જ સમયે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટી20 સિરીઝ રમાઈ રહી છે….

18થી 22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર યોજાશે, આમાં 5 બેઠકો થશે

આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે નવી દિલ્હીએક ચોંકાવનારા નિર્ણયમાં કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આમાં 5 બેઠકો થશે. આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર હશે. મંત્રી પ્રહલાદ જોશીએ આ વિશેષ સત્રની જાણકારી…

ઈસરોએ ચંદ્રના આંગણામાં રમી રહેલા પ્રજ્ઞાન રોવરનો ક્યૂટ વીડિયો શેર કર્યો

વીડિચો વિક્રમ લેન્ડર દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો, ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર ચક્કર લગાવતું જોવા મળે છે શ્રીહરીકોટા‘પ્રજ્ઞાન રોવર’ દિવસેને દિવસે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે… તો તેની સાથે વિક્રમ લેન્ડર પણ સાથે સાથે જોવા મળી રહ્યું છે… ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોએ વધુ એક અપડેટ લોકો સમક્ષ રજુ કર્યું…

જી-20 સમિટમાં વિવિધ દેશના દિગ્ગજ નેતાઓ ભાગ લેશે

એક માત્ર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ બેઠકમાં સામેલ નહીં થાય નવી દિલ્હીજી-20 શિખર સમિટના આયોજન માટે ભારતની રાજધાની નવી દિલ્હીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ભારતના ઈતિહાસમાં કદાચ પહેલી વખત દુનિયાના દિગ્ગજ નેતાઓનો સૌથી મોટો મેળાવડો આ સમિટ દરમિયાન જોવા મળશે.જી-20 ગ્રુપમાં સામેલ મોટાભાગના દેશોના ટોચના નેતાઓ સમિટ માટે ભારતની મુલાકાત લેવાના છે.આ નેતાઓના નામ નીચે…

લિબિયાના વિદેશ મંત્રી નાજલા મંગૌશને સરકારે સસ્પેન્ડ કરી દીધા

ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને દાવો કર્યો છે કે, ગયા સપ્તાહે મેં લિબિયાના વિદેશ મંત્રી મંગૌશ સાથે રોમમાં મુલાકાત કરી હતી જેના પર લિબિયાની કાર્યવાહી તેલ અવીવસાઉદી અરેબિયા અને યુએઈ એક સમયના કટ્ટર દુશ્મન ઈઝરાયેલ સાથે સબંધો સુધારવાના રસ્તા પર છે. જોકે સંખ્યાબંધ મુસ્લિમ દેશો એવા છે જે ઈઝરાયેલનુ નામ પડતા જ ભડકી ઉઠે છે….

તોશાખાના કેસમાં ઈમરાન ખાનની સજા પર ઈસ્લામાબાદ હાઈકોર્ટની રોક

જ પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની તરફેણમાં ચુકાદો આપતા મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો ઈસ્લામાબાદતોશાખાના કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની સજા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનની તરફેણમાં…

રેપ સિંગર એમિનેમને વિવેક રામાસ્વામી સામે વાંધો પડ્યો

રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ટ્રમ્પ સામે સ્પર્ધા કરી રહેલા વિવેકે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એમિનેમના સંગીતનો ઉપયોગ કર્યો હતો વોશિંગ્ટનઅમેરિકાના મશહૂર રેપ સિંગર એમિનેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રેસમાં ઉતરેલા ભારતીય મૂળના નેતા વિવેક રામાસ્વામી સામે વાંધો પડી ગયો છે.રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ટ્રમ્પ સામે સ્પર્ધા કરી રહેલા વિવેકે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન…

સુરતમાં કોમર્શિયલ લિફ્ટ તૂટતાં બે કામદારોનાં મોત

મધુનંદન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની અંદર કોમર્શિયલ લિફ્ટમાં માલ સામાન ચઢાવતી વખતે બનેલી ઘટનામાં મોત નીપજ્યાં સુરતસચીન જીઆઈડીસી વિસ્તારમાં છાસવારે દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સચિન જીઆઈડીસીમાં કોમર્શિયલ લિફ્ટ તૂટી પડતાં બે કામદારોના મોત નીપજ્યાં હતાં. માલ સામાન ચઢાવતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા હતાં. જેથી મૃતકના સ્વજનો અને સંબંધીઓ શોકમાં…