પૂર્વ રાષ્ટ્રપતિએ માલદીવના લોકો વતી ભારતની માફી માગી

અમે ઈચ્છીએ છીએ કે ભારતીય લોકો તેમની રજાઓ પર માલદીવ આવે અને અમારા આતિથ્યમાં કોઈ ફેરફાર ન થાયઃ મોહમ્મદ નશીદ માલે ભારતના લોકો તરફથી બહિષ્કાર કરાયા બાદ માલદીવની હાલત દયનીય બની ગઈ છે. જેના લીધે હવે તેને ભાન થવા લાગ્યું છે કે તેનાથી મોટી ભૂલ થઇ ચૂકી છે. ખરેખર માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવના…

મહિલાને 15 રુપિયાના પગારે 45 વર્ષ નોકરી કરાવનારી બાંદાની શાળાને લાખ રુપિયાનો દંડ

કોર્ટે બાંદા જિલ્લાની ભગોનિયા દેવીની 14 વર્ષથી પડતર અરજીનો નિકાલ કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો અલ્હાબાદ અલ્હાબાદ હાઈકોર્ટે શિક્ષણ વિભાગ બાંદા પર એક મહિલા પટાવાળાને ફુલ ટાઈમ કર્મચારી તરીકે લેવા છતાં નિયત પગાર ન ચૂકવવા બદલ રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. મહિલા 15 રૂપિયાના પગારે 45 વર્ષ સુધી નોકરી કર્યા બાદ 2016માં નિવૃત્ત…

ગુડલક માટે વિમાનના એન્જિનમાં ચલણી સિક્કો નાખતા ફ્લાઈટ રોકી દેવાઈ

6 કલાકની જહેમત બાદ સિક્કો શોધી કાઢવામાં આવ્યો હતો અને ફ્લાઈટને ટેક ઓફ માટે ક્લિયરન્સ આપવામાં આવ્યુ હતુ બિજિંગ ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટ કલાકો સુધી મોડી પડતી હોવાની ઘટનાઓ દુનિયાના તમામ દેશમાં બનતી રહી છે પણ ચીનમાં બનેલા એક કિસ્સામાં  વિમાનના ટેક ઓફમાં મોડુ થવાનુ કારણ  જાણીને સત્તાધીશો પણ આશ્ચર્યમા મુકાઈ ગયા હતા. મળતી વિગતો…

માલદીવ જતા ભારતીયોની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો થયો

ગત વર્ષે  માર્ચ મહિનામાં માલદીવની મુલાકાત લેનારા પર્યટકોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને હતુ અને આ વર્ષે માર્ચ મહિનામાં ભારત છઠ્ઠા ક્રમે છે માલે માલદીવમાં ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોઈજ્જૂની સરકારે ભારત સાથે છેડેલા વિવાદ બાદ ભારતીય પર્યટકોનો આ દેશથી મોહભંગ થઈ રહ્યો તેવુ આંકડા કહી રહ્યા છે. ભારતીય પર્યટકોનો  માલદીવના પર્યટન ઉદ્યોગમાં ઘણો મોટો ફાળો…

અનિલ કુંબલેને પાછળ છોડી અશ્વિન ફાઈફર કિંગ, 36મી વખત પાંચ વિકેટ

કુંબલેએ તેના કરિયરમાં 135 ટેસ્ટ મેચમાં 35 વખત 5 વિકેટ લીધી છે ધર્મશાલા ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી લીધી છે. તેણે ધર્મશાલામાં બેન ફોકસને આઉટ કરી પોતાની 5 વિકેટ હોલ પૂરી કરી અને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે…

પાકિસ્તાનમાં ધાર્મિક લાગણી દુભાય તેવા વીડિયો મૂકનાર યુવકને મોતની સજા

અન્ય એક કિસ્સામાં 17 વર્ષના વિદ્યાર્થી પર પણ આવો જ આરોપ મુકવામાં આવ્યો હતો અને તેને પણ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં વોટસએપ પર ધાર્મિક લાગણી દુભાય તેવો મેસેજ મુકવાના આરોપસર એક વિદ્યાર્થીને મોતની સજા ફટકારવામાં આવી છે. પંજાબ પ્રાંતની એક કોર્ટે આ ચુકાદો આપ્યો છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે,…

એક્સની ટીવી એપ ટૂંક સમયમાં લોન્ચ થશે

ઈલોન મસ્કે એક્સ ટીવી એપ માટે બે મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરી, જેથી એવું કહી શકાય કે એક્સ હવે યુટ્યુબ સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યું છે વોશિંગ્ટન અગાઉ ટ્વીટર તરીકે ઓળખાતા એક્સની ટીવી એપ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. આ માહિતી એક્સના માલિક ઈલોન મસ્કે આપી છે. આ માટે ઈલોન મસ્કે એક્સ ટીવી…

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ મેચ હાર્યા બાદ 4-1થી ટેસ્ટ શ્રેણી જીતનારી ભારત 112 વર્ષમાં પહેલી ટીમ

ટેસ્ટ ક્રિકેટના 141 વર્ષના ઈતિહાસમાં આવું માત્ર ત્રણ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમ પાંચ મેચની સીરિઝની પ્રથમ મેચ હાર્યા બાદ સીરિઝની બાકીની મેચો જીતવામાં સફળ રહી હોય ધર્મશાલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ હતી. આ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રનના…

ભારતનો ઈંગ્લેન્ડ સામે છેલ્લી ટેસ્ટમાં ઈનિંગ્સ અને 64 રને વિજય

ભારતની પ્રથમ ઈનિંગ્સ 477 રનમાં સમેટાયા બાદ ઈંગ્લેન્ડ બીજી ઈનિંગ્સમાં 195 રનમાં ઓલઆઉટ થઈ ગઈ ધર્મશાલા ભારતે ઈંગ્લેન્ડને હરાવી દીધું છે. પાંચમી ટેસ્ટમાં અંગ્રેજોને ઈનિંગ અને 64 રને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી ઈનિંગમાં 259 રનોથી પાછળ થયા બાદ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 195 રનો પર ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ભારતે સીરીઝ…

ટેસ્ટ રમનારા ખેલાડીઓને મેચ ફી ઉપરાંત વધારાના રૂપિયા મળશે

બીસીસીઆઈ દ્વારા ટેસ્ટ ક્રિકેટ ઇન્સેન્ટિવ્ યોજના શરૂ કરવાની જાહેરાત કરાઈ ધર્મશાલા ભારતીય ટીમે ધર્મશાલામાં રમાયેલી પાંચમી અને સીરિઝની છેલ્લી મેચ એક ઈનિંગ અને 64 રને જીતી લીધી છે. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની સીરિઝ 4-1થી પોતાના નામે કરી છે. ભારતીય ટીમે પહેલી મેચ હાર્યા બાદ જોરદાર પ્રદર્શન કરતા બાકીની ચારેય મેચ પોતાના…

મોહમ્મદ અઝહરે ગુજરાત ઓપન ગોલ્ફ ચૅમ્પિયનશિપ 2024ના ત્રીજા દિવસે ટૂ-શોટ લીડ મેળવી

અમદાવાદ વિકરાબાદના મોહમ્મદ અઝહરે ગ્લેડ વન પ્રસ્તુત ગુજરાત ઓપન ગોલ્ફ ચૅમ્પિયનશિપ 2024ના ત્રીજા રાઉન્ડમાં સતત બે-અંડર 70ના સ્કોર સાથે નવ-અંડર 135ના કુલ સ્કોર પર બે શૉટની લીડ બનાવી, અમદાવાદમાં ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે INR 1 કરોડની ઇવેન્ટ રમાઈ રહી છે. કરનાલના મણિરામે 71નો સ્કોર નોંધાવ્યો અને કુલ સાત-અંડર 137 સાથે બીજા સ્થાને…

મહિલાઓ અને વ્યાવસાયિક ફૂટબોલમાં તેમની ભૂમિકા વિશે તમે જાણતા ન હોય તેવા દસ તથ્યો

મેડ્રિડ, વિવિધતા, સમાનતા અને સમાવેશને ટેકો આપવા માટે વિકસાવવામાં આવેલી નીતિઓને કારણે તાજેતરના વર્ષોમાં રમતગમત ઉદ્યોગમાં, ખાસ કરીને ફૂટબોલમાં મહિલાઓની હાજરી વધી રહી છે. આજે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, LALIGA ઉદ્યોગમાં મહિલાઓની ભૂમિકા વિશે 10 મુખ્ય તથ્યો લાવે છે જે આશાસ્પદ ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે. LALIGA મેનેજમેન્ટ કમિટીમાં 37% મહિલાઓ છે. આ સમિતિમાં કુલ…

ભારતના નિશાંતે પ્રથમ વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયરમાં પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

હુસામુદ્દીન આજે રાત્રે એક્શનમાં હશે; અંકુશિતા, સંજીત શરૂઆતના રાઉન્ડમાં હારી ગયા બુસ્ટો આર્સિઝિયો (ઇટાલી), 8 માર્ચ, 2024: ભારતીય બોક્સર નિશાંત દેવે 1લી વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયરની પુરૂષોની 71 કિગ્રા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરવા માટે પોતાનો પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યો અને જ્યોર્જિયાના માદિવ એસ્કરખાનને બુસ્ટો આર્ઝિઝિયો, 5-0 માર્સે સર્વસંમતિથી હરાવ્યો. ઇટાલી. 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ…

LALIGA EA SPORTS Matchday 28 પૂર્વાવલોકન: FC બાર્સેલોના અને RCD મેલોર્કાનો સપ્તાહના અંતે મુકાબલો

LALIGA EA SPORTSમાં મહત્વપૂર્ણ ફિક્સરનો બીજો સપ્તાહનો અંત આવી રહ્યો છે અને તે શુક્રવારે રાત્રે એસ્ટાડી ઓલિમ્પિકમાં શરૂ થશે, જ્યારે FC બાર્સેલોના રીઅલ મેડ્રિડ પર દબાણ જાળવી રાખવા માટે ટેબલમાં ટોચ પર રહેશે. કતલાન આઉટફિટ 11 રાઉન્ડ બાકી સાથે લીગના નેતાઓથી આઠ પોઈન્ટ પાછળ છે અને તેઓ ફોર્મમાં રહેલા RCD મેલોર્કા બાજુનો સામનો કરશે, જેમની…

બેંક ખાતા પર કાર્યવાહી પર સ્ટેની કોંગ્રેસની માગ આઈટીએટીએ ફગાવી

આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા અને આવકવેરા વિભાગે રૂપિયા 210 કરોડની રિકવરી માગી નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટી (આઈટીએટી) તરફથી ઝટકો લાગ્યો છે. આઈટીએટીએ શુક્રવારે કોંગ્રેસની અરજી ફગાવી દીધી હતી, જેમાં પાર્ટીએ તેના બેંક ખાતાઓ પર આવકવેરા વિભાગની કાર્યવાહી પર સ્ટે માગ્યો…

રોહિત-ગિલની સદી સાથે ભારતના આઠ વિકેટે 473 રન

ભારતના પાંચ બેટરના 50થી વધુ રન, ડેબ્યુ ટેસ્ટમાં દેવદત્ત પડિકલના 65 રન, બશીરની ચાર વિકેટ ધર્મશાલા ધર્મશાલામાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ પર પણ ટીમ ઈન્ડિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં બનાવેલા 218 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની રમતના અંતે 8 વિકેટ ગુમાવીને 473 રન બનાવી લીધા છે. ટીમ ઈન્ડિયાની લીડ…

એપોલો હોસ્પિટલ્સ દ્વારા દક્ષિણ એશિયામાં પ્રથમ ઝેપ-એક્સનું અનાવરણ

30-મિનિટના નોન-ઈન્વેસિવ સેશનથી ઝડપથી સાજા થવામાં મદદ મળે છે અને દર્દીને આરામદાયક અનુભવ આપે છે નવી દિલ્હી ભારતના સૌથી મોટા સંકલિત હેલ્થકેર પ્રોવાઇડર, એટલે કે એપોલો હોસ્પિટલ્સ ગ્રુપે આજે ઝેપ-એક્સ ગાયરોસ્કોપિક રેડિયોસર્જરી પ્લેટફોર્મનું અનાવરણ કર્યું, જે બ્રેઈન ટ્યુમરની સારવારમાં એક ક્રાંતિકારી પ્રગતિ છે અને આમ, આ સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી દક્ષિણ એશિયામાં પ્રથમ વખત રજુ કરવી, એ…

વોક ફોર હર-2 અભિયાનમાં 2.5 કરોડથી વધુ પગલાંઓનું દાન પ્રાપ્ત થયું

આશીર્વાદ ફાઉન્ડેશનને ભારત સહિત વિશ્વનાં આઠ દેશોમાંથી પગલાંઓનું દાન પ્રાપ્ત થયું જેમાં આશરે સાડા પાંચ હજારથી વધુ લોકોનો સમાવેશ થાય છે અમદાવાદ આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શહેરના અટલ બ્રિજ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેરિટી વોકને રાજ્યના આરોગ્ય અને ફેમિલી વેલફેર મંત્રી…

મણિપુરમાં સેનાના અધિકારીનું અસામાજિક તત્વો દ્વારા અપહરણ

ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર કોન્સમ ખેડા સિંહ શુક્રવારે રજા પર હતા ત્યારે કેટલાક લોકોએ તેમના ઘરમાં ઘૂસી અપહરણ કર્યું ઈમ્ફાલ મણિપુરના થોબલ જિલ્લામાં ભારતીય સેનાના જુનિયર કમીશન ઓફિસર (જેસીઓ)નું અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર કોન્સમ ખેડા સિંહ શુક્રવારે રજા પર હતા. સવારે નવ વાગ્યે કેટલાક લોકો તેના…

બાઈડને ભારત સાથેની મિત્રતા-ભાગીદારી પર ભાર મૂક્યો

ભારત અને અમેરિકા પરંપરાગત રીતે આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદાર, ચીનના પડકારો વચ્ચે ભારત સાથે યુએસ ભાગીદારી મજબૂત કરી રહ્યું છે વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અમેરિકન કોંગ્રેસને કરેલા ત્રીજા સ્ટેટ ઓફ ધ યુનિયન…સંબોધનમાં ભારત સાથેની મિત્રતા અ્ને ભાગીદારી પર ફરી એક વખત ભાર મુકયો છે. બાઈડને પોતાના વક્તવ્યમાં કહ્યુ હતુ કે, અમેરિકા અને ભારત દુનિયાના…