સ્પાઈડર કેમ દ્વારા કીવી સામેની મેચમાં શ્રેયસ ઐયરને બેસ્ટ ફિલ્ડર જાહેર કરાયો

રવિન્દ્ર જાડેજાને બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં જયારે બેસ્ટ ફિલ્ડરનો મેડલ મળ્યો હતો ત્યારે તેના માટે મોટી સ્ક્રીન પર વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો ધર્મશાલા ભારતે વન-ડે વર્લ્ડ કપ2023માં તેની પાંચમી મેચમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ ભારતની સતત 5મી જીત હતી. પરંતુ ભારતીય ખેલાડીઓને જેટલી ખુશી મેચ જીતવાની થઇ તેનાથી વધુ ખુશી પોસ્ટ મેચ…

વારાણસીમાં એક મોમોસના ચક્કરમાં બે જૂથો વચ્ચે ટકરાવ

બે પક્ષો વચ્ચે ઇંટો-પથ્થરો ફેંકવાની ઘટનાથી વિસ્તારમાં નાશભાગ વારાણસી ગઈકાલે રાતે લગભગ આઠ વાગ્યા આસપાસ એક મોમોઝ માટે ઉત્તરપ્રદેશમાં બે જૂથો વચ્ચે બબાલ થઇ હતી. પીએમ મોદીના મતવિસ્તાર એટલે કે વારાણસીના આદમપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આ ઘટના બની હતી. બે પક્ષો વચ્ચે ઇંટો-પથ્થરો ફેંકવાની ઘટનાથી વિસ્તારમાં નાશભાગ મચી ગઈ હતી. આ વિસ્તારમાં લગભગ અડધી કલાક…

અમેરિકામાં વર્ષમાં જ 1400 જેટલા સીઈઓએ રાજીનામા આપ્યા

કોરોના અને વૈશ્વિક તણાવને લીધે અમેરિકામાં અનેક કંપનીઓ સામે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે જેના લીધે દર વર્ષે કર્મચારીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે વોશિંગ્ટન અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેને વાંચતા જ તમને મંદીના ભણકારાનો અહેસાસ થઈ જશે. માહિતી અનુસાર અમેરિકામાં મોટાપાયે સીઈઓ (સીઈઓ)એ નોકરીમાંથી રાજીનામાં આપી દીધાના અહેવાલ મળ્યાં છે. સપ્ટેમ્બર સુધીમાં…

‘ગગનયાન’ મિશન માટે ફાઈટર એરક્રાફ્ટ ઉડાડતી મહિલા વૈજ્ઞાનિકોને પ્રાથમિકતા અપાશે

ભવિષ્યમાં આવી મહિલાઓને સ્પેસ ફ્લાઈટમાં મોકલવી શક્ય બનશે નવી દિલ્હી શનિવારના રોજ ઈસરોએ ગગનયાન ક્રુ મોડ્યુલના સુરક્ષિત લેંડિંગ માટે ટીવી ડી-1 ની ફ્લાઇટનું પરિક્ષણ કર્યુ હતું, જેમા આગરામાં બનેલા 10 પેરાશૂટ  સિસ્ટમથી ક્રુ મોડ્યુલની ગતિને રોકવા માટે ચોક્કસ જગ્યા પર લેંડિંગ કરાવ્યું હતું. એવામાં ગઈકાલે ઈસરો ચીફ એસ. સોમનાથનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. એસ….

આઈસીસીની વન-ડે ક્રિકેટમાં 3000થી વધુ રન સાથે વિરાટ કોહલીની સૌથી વધુ રન

ગેલે આઈસીસીના લિમિટેડ ઓવર ટુર્નામેન્ટમાં 2942 રન બનાવ્યા છે ધર્મશાલા ભારતે ન્યુઝીલેન્ડને ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ2023ની મેચમાં 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં કોહલીએ 104 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 95 રન બનાવ્યા હતા. તે સદીથી ચુકી ગયો હતો પરંતુ તેને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કોહલીએ આઈસીસીની લિમિટેડ ઓવર…

દિલ્હી હાઈકોર્ટના વકીલ સાયબર ફ્રોડનો શિકાર, ખાતામાંતી લાખો ઊડી ગયા

મહિલા વકીલે ન તો કોઈ કોલ રિસીવ કર્યો હતો કે ન તો કોઈ ઓટીપી શેર કર્યો હતો. પરંતુ તેમ છતાં તેના ખાતામાંથી લાખો રૂપિયા ઉડી ગયા નવી દિલ્હી દેશભરમાં સાયબર ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. દરરોજ ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હવે દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતી મહિલા વકીલ પણ સાયબર ક્રાઈમનો…

એક દેશ એક ચૂંટણીના અમલ માટે ચૂંટણી પંચે એક વર્ષથી વધુનો સમય માગ્યો

પંચે પર્યાપ્ત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન બનાવવા જેવા અનેક કારણો આપ્યા છે, હાલ કાયદા પંચનો રિપોર્ટ તૈયાર થવાની અણીએ નવી દિલ્હી એક દેશ એક ચૂંટણી અંગે કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન એવા અહેવાલ છે કે ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ નવી વ્યવસ્થા લાગુ કરવા માટે એક વર્ષથી વધુનો સમય માગ્યો છે. પંચે પર્યાપ્ત ઈલેક્ટ્રોનિક…

યુએસના નાગરિકોને ઈરાકની યાત્રા ન કરવા અમેરિકાની સલાહ

અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં સૈનિકો અને કર્મચારીઓ પર થયેલા તાજેતરના હુમલા બાદ અમેરિકી નાગરિકોએ ઇરાકની યાત્રા ન કરવી જોઈએ વોશિંગ્ટન ઈઝારાયલ-ભારત જેવા દેશો પછી હવે અમેરિકાએ તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે, જે હેઠળ પોતાના દેશના નાગરિકોને ઈરાકની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવી છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું…

હેડિંગઃકેલેન્ડર યરમાં સૌથી વધુ સિક્સરના શાહિદ આફ્રિદીના રેકોર્ડને રોહિતે તોડ્યો

રોહિત આ વર્ષે અત્યાર સુધીમાં 51 છગ્ગા ફટકારી દીધા છે ધર્મશાલા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ સિદ્ધિ મેળવી હતી. રોહિતે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત એક કેલેન્ડર યરમાં…

રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ બાદ કેનેડાના લોકો માટે ભારત વિઝા શરૂ કરશે

ભારતે રાજદ્વારીઓની સલામતીને અનુલક્ષીને થોડા સપ્તાહ પહેલાથી કેનેડાના લોકોને વિઝાની પ્રક્રિયા બંધ કરી દીધી છે નવી દિલ્હી વિદેશ મંત્રી એસ જયશંકરે  કહ્યું છે કે જો ભારત કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો તે ટૂંક સમયમાં કેનેડાના લોકો માટે વિઝા સેવા શરૂ કરી શકે છે. તેમણે કહ્યું કે ભારત દ્વારા વિઝા સેવા થોડા અઠવાડિયા માટે…

15 દિવસના યુધ્ધમાં પ્રથમ વખથ ઈઝરાયેલ-હમાસનો સામનો

ઈઝરાયલી સૈન્યએ ગાઝા પટ્ટીમાં તાબડતોબ ઓપરેશન હાથ ધરવા દરમિયાન હમાસના આતંકીઓ સાથે સામનો થતાં બંને તરફથી ભારે બોમ્બમારો કરાયો જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે 15 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં પ્રથમ વખત ઈઝરાયલી આર્મીના જવાનો અને હમાસના આતંકીઓ સામ-સામે આવી ગયા હતા. ઈઝરાયલી સૈન્યએ રવિવારે ગાઝા પટ્ટીમાં તાબડતોબ ઓપરેશન હાથ ધર્યું…

નેપાળમાં ભૂકંપથી 20 મકાન ધરાશાયી થયા

ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી હતી, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશમાં પણ આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા નવી દિલ્હી   નેપાળમાં સવારે ૬.૧ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે બાદ દિવસભર પાંચ જેટલા આંચકા આવ્યા હતા. જેને કારણે નેપાળમાં ૨૦થી વધુ મકાનો ધરાશાય થયા હતા. નેપાળના આ ભૂકંપની અસર ભારતમાં પણ જોવા મળી…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં હિઝબુલ્લાની મહત્વની ભૂમિકા છે

લેબેનોનનાં કટ્ટરપંથી આ ઈસ્લામિક સંગઠને વધુમાં કહ્યું છે કે જો ઈઝરાયલ ગાઝાપટ્ટી ઉપર ભૂમિ ઉપરથી આક્રમણ કરશે, તો તેને તેની ભારે કિંમત ચુકવવી પડશે નવી દિલ્હી   ઈઝરાયલ-હમાસ યુદ્ધ કંઈ અમસ્તું અને એકાએક શરૂ નથી થયું. તેની પાછળ કેટલાયે દેશો અને સંગઠનોની મહત્વની ભૂમિકા છે. હમાસ ઉપર કરેલી ઈઝરાયલની કાર્યવાહી દરમિયાન તેના અનેક પુરાવા મળી…

હમાસ સામાન્ય નાગરિકો પર કેમિકલ એટેક કરી શકે છેઃ હરજોગ

હરજોગે કહ્યું છે કે હમાસના આતંકીઓ પાસે ફ્લેશ ડ્રાઈવ હોવાની બાતમી મળી છે જેરૂસલેમ હમાસ વિરુદ્ધ ઈઝરાયલે કાર્યવાહી ઝડપી બનાવી છે. દરમિયાન ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈઝેક હરજોગે પેલેસ્ટિની સમૂહ હમાસના તાર ખૂંખાર આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડી દીધા છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે હમાસ હવે સામાન્ય નાગરિકો પર ગમે ત્યારે કેમિકલ એટેક કરી…

અભિનેત્રી અને ભાજપનાં નેતા ગૌતમી તાડીમલ્લાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું

મને પક્ષ અને નેતાઓ તરફથી કોઈ પ્રકારનું સમર્થન મળ્યું નથીઃ અભિનેત્રીએ એક પત્ર દ્વારા આ માહિતી આપી થિરૂવનંતપુરમ આવનારા વર્ષમાં એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી યોજવાની છે. એવામાં તમિલનાડુમાં ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે. અભિનેત્રી અને ભાજપ નેતા ગૌતમી તાડીમલ્લાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌતમીએ એક પત્ર દ્વારા આ માહિતી આપી હતી. ગૌતમી…

કીવી સામે વિજય સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને

સ્પર્ધામાં રન બનાવવાના મામલે વિરાટ કોહલી પાંચ ઈન ગ્સમાં 354 રન સાથે ટોચ પર ધર્મશાલા વન-ડે વર્લ્ડ કપ2023માં ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતે 4 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબરે પહોંચી ગઈ છે. જે રીતે પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે તે જ રીતે…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધનો પ્રભાવ આઈએમઈઈસી પર નહીં પડે

8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવા માટે રોકાણ વધારવામાં આવશે, જેથી દેશમાં કોઈપણ જગ્યાએથી 36 કલાકમાં આ બંદર પર પહોંચી શકાય નવી દિલ્હી ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (આઈએમઈઈસી)નું કામ શરૂ થઈ ગયું છે. જેમાં 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડવામાં આ પ્રોજેક્ટમાં રૂ. 3.5 લાખ કરોડનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને…

કેનેડાના રાજદ્વારીઓના ભારત છોડવા પર યુએસએ ચિંતા વ્યક્ત કરી

યુએસએ ભારત સરકારને વિનંતી કરી છે કે કેનેડાની રાજદ્વારી હાજરીના અભાવ પર ભાર ન મૂકે અને કેનેડિયન તપાસમાં સહકાર આપે વોશિંગ્ટનભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થયો નથી, ભારતના કડક વલણ બાદ કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે ત્યારે હવે અમેરિકાએ કેનેડિયન રાજદ્વારીઓના ભારત છોડવા પર ચિંતા વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી…

રોહિતે કાર 200 હીં 105/117 કિમીની ઝડપી ચલાવી હતી

સ્પીડ લિમિટના ઉલ્લંઘનની આ ઘટના 17 ઓક્ટોબરે બની હતી અને નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી હોવાની પોલીસની સ્પષ્ટતા નવી દિલ્હીગુરુવારે વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચની પૂર્વસંધ્યાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે સમાચાર આવ્યા હતા કે તેણે 200 કિમી/કલાકની ઝડપે મુંબઈ-પુણે હાઇવે પર કાર દોડાવી હતી. જેના કારણે તેની…

અજ્ઞાત વાહને કારને ટક્કર મારતાં પાંચ જણાનાં મોત

અકસ્માતનો ભોગ બનનારનો પરિવાર દિલ્હીમાં રહે છે, પીડિતો ઝારખંડના રહેવાસી છે આગરાઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં યમુના એક્સપ્રેસ-વે પર એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ગ્રેટર નોઇડાથી આગરા તરફ જતા સમયે ગઈકાલે મોડી રાત્રે 1:00 વાગ્યે સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે. ત્રણેયને…