અજિંક્ય પવારના શાનદાર પ્રદર્શનથી તમિલ થલાઈવ્સે દબંગ દિલ્હી સામે વિજય મેળવ્યો
અમદાવાદ કબડ્ડી પ્રિમિયર લીગના બીજા દિવસે પહેલી મેચમાં તમિલ થલાઇવ્સના સ્ટાર રેઇડર અજિંક્ય પવાર શાનદાર દેખાવ કરતા રવિવારે સાંજે દબંગ દિલ્હી કે.સી. ટીમ સામે 21 પોઇન્ટનો સ્કોર નોંધાવ્યો હતો. તમિલ થલાઇવ્સનો 42-31થી દબંગ દિલ્હી સામે વિજય થયો હતો. હરીફાઈની શરૂઆત બંને પક્ષોને પ્રારંભિક મિનિટોમાં જોરદાર ટક્કર સાથે થઈ હતી. શરૂઆતની ટકકરમાં બંને ટીમોએ બે-બે પોઇન્ટ મેળવ્યા હતા, જેમાં અજિંક્ય…
