અમ્પાયરના નિર્ણય પર ગુસ્સો કરવા સામે હરમનપ્રીત સામે પગલાં લેવાશે

અમ્પાયરે હરમનપ્રીતને એલબીડબલ્યુ આઉટ જાહેર કરતા તેણે બેટ વડે જોરથી સ્ટમ્પ પર માર્યું જેની આ હરકત પર બીસીસીઆઈ એક્શન મોડમાં આવી ઢાકાભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે શનિવારે ત્રીજી અને અંતિમ વનડે રમાઈ હતી. આ અંતિમ વનડે મેચ ટાઈ થઇ હતી. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને આ મેચમાં અમ્પાયરના નિર્ણય…

અવમાનનાના કેસમાં ઈમરાન ખાન સામે બિનજામીનપાત્ર વોરંટ

પંચે ઈસ્લામાબાદ પોલીસને ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો કરાચીપાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી) એ સોમવારે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાન વિરુદ્ધ અવમાનનાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. અહેવાલ મુજબ પંચે ઈસ્લામાબાદ પોલીસને ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો.મુખ્ય…

હિટવેવથી અમેરિકામાં વ્યાપાર-ઉદ્યોગને માઠી અસર

મૂડીઝના એનેલિટિક્સ ડાયરેકટર ક્રીસ લેકાકિલસના જણાવ્યા પ્રમાણે, આ ગરમીનાં મોજાંથી મૃત્યુદર પણ ઘણો વધવાની ભીતિ વોશિંગ્ટનઅમેરિકામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. વિશ્વભરમાં પણ હીટવેવ વ્યાપી રહ્યું છે પરંતુ તેમાં યુએસ ઉપર ઘણી વધુ અસર થઈ છે. ગરમીનું મોજું યુએસના વ્યાપાર-ઉદ્યોગ પર ભયનો ઓથાર બની રહ્યું છે.આ માહિતી આપતાં સીએનએનનો રિપોર્ટ જણાવે છે કે મૂડીઝના એનેલિટિક્સ…

મણિપુર મહિલાઓને પરેડ મામલે સાતમા આરોપીની ધરપકડ

પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાતા અન્ય આરોપીઓની ધરપકડ માટે ઠેર ઠેર શોધખોળ ઈમ્ફાલમણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવવા મામલે પોલીસે સાતમા આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દેખાતા અન્ય આરોપીઓની ધરપકડ માટે ઠેર ઠેર શોધખોળ અભિયાન ચલાવી રહી છે.આ ઘટના અંગે અત્યાર સુધી પોલીસે…

આઈડીઆર હેઠળ જારી ઔદ્યોગિક લાઇસન્સ હવે 15 વર્ષ માટે માન્ય ગણાશે

ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ઉદ્યોગોને લાઇસન્સ આપવાની જોગવાઈઓ કરવામાં આવી, અગાઉ લાયસન્સ 3 વર્ષ માટે માન્ય હતા નવી દિલ્હીસરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટમાં એક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે આજે જાહેર કર્યું છે કે, આઈડીઆર એક્ટ હેઠળ જારી કરાયેલા તમામ ઔદ્યોગિક લાઇસન્સ ત્રણ વર્ષની જગ્યાએ હવે 15 વર્ષ માટે માન્ય…

લગ્ન-જાનમાં ગીતો વગાડવા એ કોપીરાઈટનો ભંગ નથી

લગ્નમાં ગીતો વગાડવાએ કાયદાનું ઉલ્લંઘન ન ગણાય અને કોઈ પણ આવી પ્રવૃત્તિઓ માટે રોયલ્ટી ન ઉઘરાવી શકે નવી દિલ્હીસરકારે સ્પષ્ટતા કરી હતી કે લગ્ન કે જાનમાં ગીતો વગાડવા તે કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન ન ગણાય અને કોઈ પણ આવી પ્રવૃત્તિઓ માટે રોયલ્ટી ન ઉઘરાવી શકે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી)એ એક જાહેર નોટિસમાં કહ્યું…

મણિપુર મુદ્દે સાંસદોના સંસદ બહાર સોમવારે આખી રાત ધરણા

અમારી એક જ માંગ છે કે પીએમ મોદીએ મણિપુર મુદ્દે બોલવું જોઈએ. અમે અહીં વિરોધ કરવાનું ચાલુ રાખીશુઃ સંજયસિંહ નવી દિલ્હીઆમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કર્યા બાદ વિપક્ષના સાંસદોએ સોમવારે સંસદની બહાર આખી રાત ધરણાં કર્યા હતા. મણિપુરમાં નગ્ન મહિલાઓની પરેડ સંબંધિત વાયરલ વીડિયોને લઈને દેશમાં માર્ગોથી લઈને સંસદ સુધી ભારે હોબાળો મચી…

યુપીમાં ગેરકાયદેસર રહેતા 74 રોહિંગ્યાની એટીએસે ધરપકડ કરી

ધરપકડ કરાયેલા રોહિંગ્યા લોકોમાં 16 મહિલાઓ અને છોકરીઓ અને 58 પુરુષો છે, આ તમામ લોકો સામે કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી અમદાવાદગઈકાલે યુપી એટીએસએ રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા 74 રોહિંગ્યાઓની ધરપકડ કરી હતી. રાજ્યના વિશેષ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એટીએસને માહિતી મળી રહી હતી કે કેટલાક…

સરકાર 2000ની નોટો જમા કરાવવાની મુદત નહીં વધારે

સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યુ કે શું 2000 રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન લંબાવાશે તેના જવાબમાં નાણામંત્રાલયની સ્પષ્ટતા નવી દિલ્હીભારતીય રિઝર્વ બેન્કે 2000 રૂપિયાની નોટને જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023ની ડેડલાઈન નક્કી કરી છે. જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની નોટ હોય તો આને ડેડલાઈન પહેલા બેન્કોમાં જમા કરાવી દેજો. કેમ કે 2000…

રેલ ટિકિટ બુકિંગના પૈસા કપાવા છતાં ટિકિટ બુક ન થઈ હોવાની ફરિયાદો

ઘણા લોકોની ટ્વિટથી રેલવે પાસે આ સમસ્યાના સમાધાનની માંગ, આઈઆરસીટીસી દ્વારા આ અંગે લોકોને જવાબ પણ આપવામાં આવી રહ્યો છે નવી દિલ્હીદેશમાં રેલવે ટ્રાન્સપોર્ટને સૌથી સુરક્ષિત અને સુવિધાજનક માનવામાં આવે છે. મોટા ભાગના લોકો પરિવહન માટે રેલવેનો ઉપયોગ કરે છે. જેમાં આજે કરોડો લોકોને મુશ્કેલી વેઠવી પડી કારણ કે આજે સવારથી જ આઈઆરસીટીસી સાઇટ અથવા…

ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોમાં પણ આવે છેઃમોદી

ઈસ્ટ ઈન્ડિયા કંપની અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયામાં પણ ઈન્ડિયાનો ઉલ્લેખ છેઃ વડાપ્રધાન નવી દિલ્હીભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષ પર ભારે પ્રહારો કર્યા હતા. છેલ્લા 4 દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે, મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી. વિપક્ષ વિખેરાયેલો અને હતાશ લાગી રહ્યો છે.આટલું જ…

ઈન્ડિયા હેઠળના વિપક્ષોની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની યોજના

ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના નામમાં પણ આવે છેઃ નરેન્દ્ર મોદી નવી દિલ્હીસંસદના બંને ગૃહોમાં આજે પણ હોબાળો યથાવત જોવા મળ્યો હતો. જેના કારણે લોકસભાને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષ મણિપુર મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે….

ઝારખંડમાં પ્રેમીને મળવા ગયેલી યુવતી 8-10 લોકોનો ગંગરેપ

પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી ઝારખંડભારતમાં રેપ, હત્યા સહિતના ગુનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. યુવતીઓ, મહિલાઓ સાથે રેપ કે ગેંગરેપ થવાના કિસ્સાઓ પણ વધ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક આદિવાસી યુવતી તેના પ્રેમીને મળવા માટે પહોંચી હતી. એ સમયે તેની…

નવ વર્ષમાં મની લોન્ડરિંગ કેસમાં 93 ટકાથી વધુ દોષિત

13 જુલાઈ સુધીમાં ફેડરલ એજન્સીમાં 25 ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોવાનો ખુલાસો નવી દિલ્હીભારત સરકારે ગઈકાલે સંસદમાં જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ છેલ્લા નવ વર્ષમાં મની લોન્ડરિંગના કેસમાં 93 ટકાથી વધુને દોષિત ઠેરવ્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 13 જુલાઈ સુધીમાં ફેડરલ એજન્સીમાં 25 ટકાથી વધુ જગ્યાઓ…

મિશન દોસ્તી હેઠળ ભાજપ મોટાપાયે વિપક્ષોને પક્ષમાં જોડશે

મુખ્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવા મહાઅભિયાન શરૂ કરવાની તૈયારી નવી દિલ્હીછેલ્લા ઘણા દિવસથી ઉત્તર પ્રદેશને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી રણનીતિ બનાવાઈ રહી છે. આ રણનીતિ હેઠળ સૌથી મોટો મુદ્દો વિપક્ષી નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવાનો પણ છે. આ અભિયાનને સફળ બનાવવા કેન્દ્રથી લઈને ભાજપના દિગ્ગજ નેતાઓએ કામ પણ શરૂ કરી…

સેન્સેક્સમાં 29 અને નિફ્ટીમાં 8 પોઈન્ટનો સાધારણ ઘટાડો

આજે રોકાણકારોની સંપત્તિ 302.68 લાખ કરોડ થઈ છે, જે સોમવારના કારોબારી દિવસના અંતે રૂ. 301.93 લાખ કરોડ હતી મુંબઈસપ્તાહનો બીજો કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે સામાન્ય રહ્યો. આજે બજારમાં ઘટાડો અટક્યો અને સપાટ સ્તરે બંધ થયું. અગાઉના બે કારોબારી દિવસમાં શેરબજારમાં આશરે 1200 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. આજે રોકાણકારોની સંપત્તિ 302.68 લાખ કરોડ થઈ છે,…

અમે ઈન્ડિયન છીએ, મણિપુરને ઊભું કરવા કામ કરીશુઃ રાહુલ ગાંધી

મણિપુરને ઉભું કરવા અને ત્યાંની મહિલાઓ અને બાળકોના આંસુ લુછવા અમે કામ કરીશું, મણિપુરમાં ફરી ઇન્ડિયાની વિચાર ધારાને જીવંત કરાશેઃ કોંગ્રેસના નેતા નવી દિલ્હીકોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રહારોનો જવાબ આપતા ટ્વીટ કર્યું છે. આજે પીએમ મોદીએ વિપક્ષના ગઠબંધન ઈન્ડિયાની તુલના ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરી કરી હતી જેના…

સાઉદી અરેબિયાના ક્લબ અલ હિલાલેએ એમ્બાપ્પેને 2725 કરોડ રૂપિયાની ઓફર આપી

પેટાઃ આ ડીલ થશે તો તે દુનિયામાં અત્યાર સુધીનું સૌથી મોટી ટ્રાન્સફર બની જશે પેરિસફ્રેન્ચ સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેનો તેની સ્થાનિક ક્લબ પેરિસ સેન્ટ જર્મન સાથેનો કરાર વર્ષ 2024માં સમાપ્ત થવાનો છે અને હવે આ યુવા સ્ટ્રાઈકર નવી ક્લબની શોધમાં છે. પીએસજીએ તેને નવી ટીમ શોધવાનો આદેશ પણ આપ્યો છે. એમ્બાપ્પેની જાપાન પ્રવાસ માટે પણ…

ભારતીય સેનામાં અગ્નિવીર યોજના હેઠળ નેપાળીઓની ભરતી નહીં કરાય

નેપાળ દ્વારા સંખ્યાબંધ વખત ભારતનો વિરોધ કરવાના કારણે તેમજ ચીન સાથે તેની વધી રહેલી નિકટતાના કારણે ભારતે આ નિર્ણય લીધો કાઠમંડુભારતે છેલ્લા કેટલાક વર્ષોથી નેપાળ સાથે ના સબંધોમાં આવેલા ઉતાર ચઢાવ વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે.જે પ્રમાણે હવે નેપાળીઓની ભારતીય સેનામાં ભરતી કરવામાં નહીં આવે.નેપાળના ગુરખા સૈનિકો દાયકાઓથી ભારતીય સેનામાં ફરજ બજાવતા રહ્યા છે…

ચીનમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાયી થતાં 11નાં મોત

છત તુટી પડી ત્યારે તેમાં બાળકો સહિત 19 લોકો હતા, જેમાંથી આઠ લોકોના જીવ બચી ગયા હતા અને બીજા કેટલાકને ઈજા પણ થઈ બિજિંગચીનના ઉત્તર પૂર્વી વિસ્તારમાં આવેલા એક પ્રાંતમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાઈ થઈ જતા બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. મરનારામાં બાળકોની મોટી સંખ્યા છે. જેઓ સ્કૂલની વોલીબોલ ટીમનો હિસ્સો હતા.સત્તાવાર રીતે…